ગુજરાતમાં કોંગ્રેસ અને NCPના ગઠબંધન અંગે જયંત બોસ્કીએ આપ્યું મોટું નિવેદન

PC: https://www.facebook.com

જયંત પટેલે ઉમરેઠમાં ખિલખિલાટ વાનનું લોકાર્પણ કર્યું હતું. તે સમયે કેન્દ્રિય મંત્રી દેવુંસિંહ ચૌહાણ અને દંડક પંકજ દેસાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા. તે સમયે જયંત બોસ્કી અને દેવુસિંહ ચૌહાણ વચ્ચે બંધબારણે એક બેઠક મળી હતી. આ બેઠક બાદ ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમાર જયંત પટેલથી નારાજ થયા હોવાની વાતો વહેતી થઇ છે. ગોવિંદ પરમાર ઉમરેઠના ધારાસભ્ય છે અને તે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં જયંત પટેલની સાથે ચૂંટણીમાં જીત્યા હતા. ગોવિદ પરમારની નારાજગીને લઇને જે વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે તેને લઇને જયંત પટેલે નિવેદન આપ્યું છે. તો બીજી તરફ ધારાસભ્ય ગોવિંદ પરમારે જણાવ્યું હતું કે, તેઓ કોઈનાથી નારાજ નથી. પણ હવે જયંત પટેલે કોંગ્રેસને લઇને આપેલા નિવેદન બાબતે રાજકરણ ગરમાયું છે. જયંત પટેલે કહ્યું છે કે, તેઓ આગામી ચૂંટણી કોંગ્રેસને સાથે રાખીને લડશે.

જયંત પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, એક પણ મુદ્દો એવો નથી કે, આપણે ગુજરાત સરકારની વાહવાહ કરી શકીએ. હમણાં પેપર કૌભાંડ સામે આવ્યું. જે યુવાનો બે-બે વર્ષથી મહેનત કરતા હતા તેને નહીં પણ 25-25 લાખે તેને નોકરી આપવામાં આવતી હતી અને કેટલા વર્ષોથી આ ચાલતુ હતું. આ કૌભાંડ આજે પકડાયું અને ઘણા બધા યુવાનોએ આ બાબતે ગેરમાર્ગે દોરાઈને આપઘાત પણ કર્યો. ઘણા વિદ્યાર્થીઓ ડિપ્રેશનમાં આવી ગયા એટલે આની જવાબદાર હાલની સરકાર છે. અમે આ બધું ઉજાગર કરીશું. અમારી લિમિટેશન છે છતાં પણ અમે અમારી લિમિટેશનના આધારે સારું કામ કરીશું.

અમારા રાષ્ટ્રીય પ્રમુખ શરદ પવારે શિવસેના મહાઠબંધન કરીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી છે. કોરોનાકાળમાં પણ તેમણે સારી કામગીરી કરી છે. એટલે અમે ગુજરાતમાં પણ સારું કામ કરીશું. એટલું કહીશ કે, આવનારા દિવસોમાં પરિવર્તન ચોક્કસ આવશે.

ગઠબંધન બાબતે તેમણે જણાવ્યું હતું કે, હું બે વખત ધારાસભ્ય બન્યો છું અને કોંગ્રેસની સાથે મળીને ચૂંટાયો છું. આગામી દિવસોમાં અમે કોંગ્રેસની સાથે જઈશું તે નક્કી છે. અમારી સીટની માગણી અમારું સંગઠન કેહશે તે પ્રકારે જ કરીશું. અમે લિમિટેડ સીટ પર જ ચૂંટણી લડવાના છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp