મકર સંક્રાંતિનું શું છે પૌરાણિક મહત્ત્વ? મહાભારત કાળ સાથે પણ છે જોડાણ

PC: india.com

મકર સંક્રાંતિ આ વખત 14 જાન્યુઆરી મનાવવામાં આવશે. આ દિવસે સૂર્ય દેવ રાશિ પરિવર્તન કરીને મકર રાશિમાં ગોચર કરશે. જ્યોતિષના જણાવ્યા મુજબ સૂર્ય રાશિ પરિવર્તન ખૂબ ખાસ હોય છે. સૂર્યને બધી રાશિઓના રાજા માનવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્યના ગોચરથી જ્યાં પાનખર મહિનો સમાપ્ત થઈ જશે તો વસંત ઋતુના આગમનના સંકેત પણ મળે છે. મકર સંક્રાંતિનું અદ્દભુત જોડાણ મહાભારત કાળ સાથે પણ છે. 58 દિવસ સુધી બાણોની પથારી પર રહ્યા બાદ ભીષ્મ પિતામહે પોતાના પ્રાણ ત્યજવા માટે સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ હતી. ચાલો તો જોઈએ મકર સંક્રાંતિની પૌરાણિક કથા.

આ છે પૌરાણિક કથા:

18 દિવસ સુધી ચાલેલા મહાભારતના યુદ્ધમાં ભીષ્મ પિતામહે 10 દિવસ સુધી કૌરવો તરફથી યુદ્ધ લડ્યું હતું. રણભૂમિમાં ભીષ્મ પિતામહના યુદ્ધ કૌશલ્યથી પાંડવ વ્યાકુળ હતા. ત્યારબાદ પાંડવોએ શિખંડીની મદદથી ભીષ્મ પિતામહને ધનુષ છોડવા પર મજબૂર કરી દીધા અને પછી અર્જુને એક બાદ એક ઘણા બાણ મારીને તેમને ધરતી પર પાડી દીધા હતા. જોકે ભીષ્મ પિતામહને ઈચ્છા મૃત્યુનો વરદાન પ્રાપ્ત હતો એટલે અર્જૂનના બાણોથી ખરાબ રીતે ઇજાગ્રસ્ત હોવા છતા જીવતા રહ્યા.

ભીષ્મ પિતામહે એ પ્રણ લઈ રાખ્યા હતા કે જ્યાં સુધી હસ્તિનાપુર બધી તરફથી સુરક્ષિત થઈ જતું નથી તેઓ પ્રાણ નહીં ત્યજે. સાથે જ ભીષ્મ પિતામહે પોતાના પ્રાણ ત્યજવા માટે સૂર્યના ઉત્તરાયણ થવાની રાહ જોઈ કેમ કે આ દિવસે પ્રાણ ત્યજનારા લોકોને મોક્ષની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષાચાર્ય ડૉ. અરવિંદ મિશ્રએ જણાવ્યું કે ભગવાન શ્રીકૃષ્ણએ પણ ઉત્તરાયણનું મહત્ત્વ બતાવતા કહ્યું છે કે 5 મહિનાના શુભ કાળમા જ્યારે સુર્ય દેવ ઉત્તરાયણ થાય છે અને ધરતી પ્રકાશમયી થાય છે એ સમય શરીર ત્યજનારા વ્યક્તિઓનો પુનર્જન્મ થતો નથી. એવા લોકો સીધા બ્રાહ્મને પ્રાપ્ત થાય છે એટલે કે મોક્ષની પ્રાપ્તિ થાય છે.

આ જ કારણ છે કે ભીષ્મ પિતામહે શરીર ત્યજવા માટે સૂર્યના ઉત્તરાયણ થવા સુધીની રાહ જોઈ હતી. જ્યોતિષાચાર્ય ડૉ. અરવિંદ મિશ્રએ જણાવ્યું કે મુહૂર્ત ચિંતામણી ગ્રંથ મુજબ મકર સંક્રાંતિનો પુણ્યકાળ મુહૂર્ત સૂર્યના સંક્રાંતિ સમયથી 16 કલાક પહેલા અને 16 કલાક બાદ પુણ્યકાળ હોય છે. આ વખત પૂર્ણકાલ 14 જાન્યુઆરીના રોજ સવારે 7:15 કલાકથી શરૂ થઈ જશે જે સાંજે 5:44 કલાક સુધી રહેશે. તેમાં સ્નાન, દાન, જાપ કરી શકો છો. તો સ્થિર લગ્ન એટલે સમજીએ તો મહાપુણ્ય કાળ મુહૂર્ત 9 કલાકથી 10:30 કલાક સુધી રહેશે. ત્યારબાદ બપોરે 1:32 કલાકથી 3:28 કલાક સુધી મુહૂર્ત રહેશે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp