ફાગણ માસ 14 માર્ચથી, શિવરાત્રિ, હોળી સહિત તહેવારો, શું ન ખાવું, શું પહેરવું

PC: timesofindia.indiatimes.com

ફાગણ મહિનો હિન્દુ પંચાંગનો છેલ્લો મહિનો છે. આ મહિનાની પૂનમે ફાગણી નક્ષત્ર હોવાના કારણે આ મહિનાનું નામ ફાગણ છે. આ મહિનાને આનંદ અને ઉલ્લાસનો મહિનો કહેવામાં આવે છે. આ મહિનાથી ધીરે ધીરે ગરમીની શરૂઆત થાય છે અને ઠંડી ઓછી થવા લાગે છે. વસંતનો પ્રભાવ હોવાના કારણે આ મહિનામાં પ્રેમ અને સંબંધોમાં વધારો થાય છે. આ મહિનાથી ખાન-પાન અને જીવનચર્યામાં જરૂરી બદલાવ કરવા જોઈએ. મનની ચંચળતાને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આ વખતે ફાગણ માસ ગુજરાતમાં 14 માર્ચથી શરૂ થશે. 

કહેવાય છે કે આ મહિનામાં પ્રકૃતિ પોતાના સુંદર અને યૌવન રૂપમાં હોય છે. પર્યાવરણમાં નવાપણું હોય છે અને નવી ઊર્જાનો સંચાર થાય છે. તો આ મહિનામાં લોકોમાં પણ નવી ઉર્જા જોવા મળે છે. આ મહિનો પર્યાવરણ સાથે જ ધાર્મિક દ્રષ્ટિથી પણ ખૂબ મહત્ત્વપૂર્ણ હોય છે. ફાગણ સુદ આઠમના રોજ મા લક્ષ્મી અને સીતા માતાની પૂજાનું વિધાન છે. ફાગણ કૃષ્ણ ચતુર્થીના રોજ ભગવાન શિવની ઉપાસનાનો મહાપર્વ શિવરાત્રી પણ મનાવવામાં આવે છે. ફાગણમાં ચંદ્રમાનો જન્મ પણ થયો હતો, અંતઃ આ મહિનામાં ચંદ્રમાની ઉપાસના પણ થાય છે.

ફાગણમાં પ્રેમ અને આધ્યાત્મનો પર્વ હોળી પણ મનાવવામાં આવે છે. આ મહિનામાં દક્ષિણી ભારતમાં ઉત્તરી નામનો મંદિરોમહોત્સવ પણ મનાવવામાં આવે છે. ફાગણ મહિનામાં શ્રીકૃષ્ણની પૂજા ઉપાસના વિશેષ ફળદાયી હોય છે. આ મહિનામાં બાળ કૃષ્ણ, યુવા કૃષ્ણ અને કૃષ્ણ ત્રણેય સ્વરૂપોની ઉપાસના કરવામાં આવે છે. સંતાન માટે બાળ કૃષ્ણની પૂજા કરો, પ્રેમ અને આનંદ માટે યુવા કૃષ્ણની ઉપાસના કરો, જ્ઞાન અને વૈરાગ્ય માટે ગુરુ કૃષ્ણની ઉપાસના કરો. આ મહિનામાં પ્રયાસ કરીને ઠંડા કે સામાન્ય પાણીથી સ્નાન કરો.

ભોજનમાં અનાજનો ઉપયોગ ઓછામાં ઓછો કરો. વધારેમાં વધારે ફળ ખાવ. કપડાં વધારે રંગીન અને સુંદર પહેરો, સુગંધનો પ્રયોગ કરો, પૂજામાં ફૂલોનો ખૂબ પ્રયોગ કરો. આ મહિનામાં નશીલી વસ્તુ અને માંસ-માછલીનું સેવન ઓછું કરો. જો ક્રોધ કે ચીડિયાપણાની સમસ્યા છે તો કૃષ્ણને આખા મહિનામાં નિયમિત રૂપે અબીલ ગુલાલ અર્પિત કરો. જો માનસિક તણાવની સમસ્યા છે તો સુગંધિત જળથી સ્નાન કરો અને ચંદનની સુગંધનો પ્રયોગ કરો. જો સ્વાસ્થ્યની સમસ્યા છે તો શિવજીને આખા મહિનામાં ચંદન અર્પિત કરો.

જો આર્થિક સમસ્યા છે તો આખા મહિનામાં લક્ષ્મીને ગુલાબનું ઈતર કે ગુલાબ અર્પિત કરો. આ મહિનામાં પોતાની સાફ-સફાઇ અને રહેણી-કરણીને લઈને પણ સૌમ્યતા અને શાલીનતા રાખવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp