ઉત્તરાયણના દિવસે સૂર્યનું મકર રાશિમાં ગોચર આ રાશિના જાતકોને આપશે શુભ ફળ

PC: rashifal.xyz

સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે. આ રીતે સૂર્યને પોતાનું એકવારનું રાશિ ચક્ર પૂર્ણ કરવામાં એક વર્ષનો સમય લાગી જાય છે. 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિના દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ રાશિ શનિદેવની માનવામાં આવે છે અને શનિ દેવ વર્તમાનમાં આ રાશિમાં ગોચર કરી રહ્યા છે. જાણો, સૂર્યના રાશિ પરિવર્તનથી કઈ રાશિવાળાઓને જબરદસ્ત ફાયદો મળવાના આસાર છે.

ધન રાશિ

સૂર્યનું ગોચર ધન રાશિના જાતકો માટે ખૂબ જ સકારાત્મક દેખાઈ રહ્યું છે. આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો આ અવધિ તમારા માટે ખૂબ જ શુભ રહેવાની છે. આ દરમિયાન તમે ધનનો સંચય કરી શકવામાં સફળ રહેશો. આવકમાં વૃદ્ધિ થવાની પ્રબળ સંભાવના છે. તમને આ અવધિમાં અન્ય માધ્યમો દ્વારા ધન પ્રાપ્ત કરવાના ઘણા અવસર મળશે. કાર્યસ્થળમાં તમારી ઈમેજમાં પણ સુધારો થશે.

મકર રાશિ

આ અવધિમાં તમારા કરિયરમાં અચાનક જ પ્રસિદ્ધિ મળી શકે છે. જો તમે સરકારી નોકરી કરતા હો તો આ અવધિ તમારા માટે અનુકૂળ રહેવાની સંભાવના છે. કરિયરના ક્ષેત્રમાં તમે નવી ઊંચાઈઓ મેળવવામાં સફળ રહેશો. જે દિશામાં મહેનત કરશો તેમા સફળતા મળવાની પ્રબળ સંભાવના રહેશે. નોકરી બદલવા માટે આ સારો સમય છે. અગાઉના સમયમાં કરવામાં આવેલા પ્રયાસોનું તમને આ દરમિયાન સારું ફળ પ્રાપ્ત થશે.

મીન રાશિ

આ રાશિનો સ્વામી ગુરુ બૃહસ્પતિ છે. સૂર્યનું મકર રાશિમાં ગોચર તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે. આ અવધિ તમારા માટે અનુકૂળ રહેવાની સંભાવના છે. આ દરમિયાન તમારી આર્થિક સ્થિતિ સુધરશે અને સમાજમાં તમારા માન-સન્માનમાં વૃદ્ધિ થશે. આ અવધિમાં તમને અપ્રત્યાશિત લાભ થવાની પણ પ્રબળ સંભાવના છે. તમે નવી ઊંચાઈઓને પણ પ્રાપ્ત કરવામાં સફળ રહી શકો છો. તમારા સિનિયર્સ તમારા કામના વખાણ કરતા દેખાઈ શકે છે, જેના કારણે તમારું પ્રમોશન પણ થઈ શકે છે. સંભાવના છે કે, તમે આ દરમિયાન એ તમામ પરિયોજનાઓને પૂર્ણ કરવામાં સફળ રહેશો જેના પર તમે લાંબા સમયથી કાર્ય કરી રહ્યા છો. કાર્યસ્થળ પર પણ તમને સફળતા પ્રાપ્ત થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp