ગુજરાતના શિક્ષકો માટે સારા સમાચાર, આટલા દિવસનું મળશે દિવાળી વેકેશન

PC: firstpost.com

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. લોકડાઉન પછી રાજ્ય સરકારે અનલોકમાં ધંધા, ઉદ્યોગો ખોલવાની છૂટ આપી છે પરંતુ છેલ્લા 6 મહિનાથી રાજ્યમાં એક પણ શાળા કોલેજો ખૂલી નથી. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા શાળા ખોલવા અંગે હજૂ સુધી કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. થોડા દિવસો પહેલાં રાજ્યના શિક્ષણમંત્રીએ શાળા ખોલવા બાબતે બાબતે શિક્ષણ તજજ્ઞો, રાજ્યના આરોગ્ય વિભાગ, મુખ્યમંત્રી અને અન્ય કેબિનેટ મંત્રીઓ સાથે ચર્ચા-વિચારણા કરીને સ્કૂલ ખોલવાનો નિર્ણય લેવામાં આવશે તે બાબતે નિવેદન આપ્યું હતું.

તેવામાં રાજ્ય સરકારે શિક્ષકો માટે આ ખુશખબર આપી છે. કોરોનાની મહામારી વચ્ચે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના શિક્ષકોને હવે 21 દિવસનું દિવાળી વેકેશન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિવાળી વેકેશન 29 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધીનું રહેશે. મહત્ત્વની વાત છે કે, CBSCની સ્કૂલોમાં પણ દિવાળી વેકેશનના દિવસોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. CBSCની સ્કૂલોમાં દિવાળીનું વેકેશન 7 નવેમ્બરથી 21 નવેમ્બર સુધી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાત બોર્ડનું દિવાળી વેકેશન 21 દિવસનું રહેશે અને CBSCમાં 15 દિવસનું વેકેશન આપવામાં આવશે.

તજજ્ઞોના મતે રાજ્ય સરકાર દિવાળી બાદ શાળા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરીપત્રમાં દર્શાવવામાં આવ્યું છે કે, દિવાળીનુ વેકેશન લાભપાંચમના દિવસે ખુલશે. મહત્ત્વની વાત છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે શાળાકીય પ્રવૃતિને લઈને એક કેલેન્ડર તૈયાર કરવામાં આવે છે અને આ કેલેન્ડરની તારીખો ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં લાગુ પડે છે. પરંતુ કોરોનાની મહામારી વચ્ચે આ વર્ષે શૈક્ષણિક કાર્ય કેલેન્ડર અનુસાર થઈ શક્યું નથી. પરંતુ જે વેકેશન બાબતે નિર્ણય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવ્યો છે તે નિર્ણયનું પાલન ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ શાળાઓએ કરવાનો રહેશે. તો બીજી તરફ શાળાઓમાં લેવાનારી સત્રાંત પરીક્ષા અંગે પણ શિક્ષણ બોર્ડ દ્વારા અલગથી સૂચના જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, રાજ્યમાં 1થી 5 ધોરણના વિદ્યાર્થીઓની શાળા દિવાળી પછી રાજ્ય સરકાર શરૂ નહીં કરે. પહેલા 9થી 12 ધોરણના વિદ્યાર્થીઓને શાળાએ બોલાવીને શિક્ષણ આપવાનું રાજ્ય સરકાર નક્કી કરી શકે છે અને ત્યારબાદ તબક્કાવાર અન્ય વિદ્યાર્થીઓને શાળાએ બોલાવીને શૈક્ષણિક કાર્ય શરૂ કરવા બાબતેનો નિર્ણય લઈ શકે છે. પરંતુ આ બાબતે નિર્ણય રાજ્ય સરકાર દ્વારા વાલી, શાળા સંચાલકો, શિક્ષણ તજજ્ઞો અને આરોગ્ય વિભાગ સાથે ચર્ચા કરીને જ લેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp