RSSની વિદ્યા ભારતી શાળાઓમાં મુસ્લિમ વિદ્યાર્થીઓની આવવાની સંખ્યામાં વધારો

PC: google.co.in

CAA અને NRCને લઇને ભલે મુસ્લિમ સમુદાયના અમુક લોકો, ભાજપ અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(RSS)ની નીતિઓની અવગણના કરતા હોય પરંતુ આ સમુદાય(મુસ્લિમ)ના બાળકોની સંખ્યા સંઘ સંચાલિત વિદ્યા ભારતી વિદ્યાલયોમાં ઝડપથી વધી છે વર્ષભરમાં આ વિદ્યાલયોમાં મુસ્લિમ સમુદાયના વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓની સંખ્યામાં 60%નો વધારો થયો છે.

વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ સાથે સંઘે વિદ્યાલયોમાં મુસ્લિમ સમુદાયના શિક્ષક-શિક્ષિકાઓની સંખ્યામાં પણ વધારો કર્યો છે. કાનપુરના 14 જગ્યાએ 141 વિદ્યા ભારતીના વિદ્યાલયો છે. ગયા વર્ષની તુલનામાં આ વિદ્યાલયોમાં મુસ્લિમ સમુદાયના વિદ્યાર્થીઓની સંખ્યામાં 600નો વધારો થયો છે. દેશભરમાં રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ સંચાલિત 12,500 વિદ્યા ભારતી વિદ્યાલયોમાં એ જ રીતે મુસ્લિમ સમુદાયના વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.

આ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને પણ બીજા સમુદાયના વિદ્યાર્થીઓની જેમ શ્લોક, ભજન અને મંત્રનો પાઠ કરાવવામાં આવે છે. વિદ્યા ભારતીના પ્રાંત નિરિક્ષક અત્માનંદના જણાવ્યાનુસાર વિદ્યા ભારતી દરેક વિદ્યાર્થીઓને સમાન શિક્ષણ આપે છે. મુસ્લિમ સમુદાયના વિદ્યાર્થીઓ પણ શિક્ષણ સાથે, રમતગમત, વાદ વિવાદ જેવી સ્પર્ધાઓમાં ભાગ લે છે અને ટોપર બને છે.

શું કહે છે આંકડાઓ? ચાલો એક નજર કરીએ આંકડાઓ પર:

કાનપુરમાં વિદ્યા ભારતીના 141 વિદ્યાલયો સ્થાપિત છે.

ગયા શૈક્ષણિક વર્ષે કાનપુર પ્રાંતમાં 1031 મુસ્લિમ વિદ્યાર્થીઓની સંખ્યા હતી.

જ્યારે ચાલુ શૈક્ષણિક વર્ષે 1631 મુસ્લિમ સમુદાયના વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે.

આખા દેશમાં રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ સંચાલિત 12,500 વિદ્યાલયો છે.

ગયા વર્ષની તુલનામાં આ વર્ષે 60% મુસ્લિમ સમુદાયના વિદ્યાર્થીઓની સંખ્યા વધી છે.

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘની દૃષ્ટિથી કાનપુરના 14 જિલ્લા તેમની નજરમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp