અમદાવાદ જુની પ્રાથમિક શાળાને રૂ.1.38 કરોડના ખર્ચે સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી

PC: khabarchhe.com

અમદાવાદનો શીલજ વિસ્તાર દિવસે ન વધે એટલો રાતે વધે અને રાતે ન વધે એટલો દિવસે વધે એ રીતે સતત વિકાસ પામતો શહેરની હરણફાળમાં અગ્રેસર રહેતો વિસ્તાર બની રહ્યો છે.

ગ્રામ્ય વાતાવરણ સાથે ગગનચુંબી ઇમારતો અહીં આકાર પામી રહી છે. શહેરથી દૂર અને શાંત વાતાવરણમાં રહેવાનું તો સહુને ગમે પણ ત્યાં રહેવા જતા લોકોને મનમાં એક સાહજિક પ્રશ્ન એ પણ થાય કે ત્યાં વસવાટ કરવાથી બાળકોના અભ્યાસ માટે તો પાછું શહેર તરફ જ આવવું પડશે અને એના જવાબમાં રાજ્ય સરકારે શીલજ અને તેની આસપાસના વિસાતારોમાં વસતા અનેક બાળકોના ભવિષ્યનો વિચાર કર્યો. અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા શીલજની જુની પ્રાથમિક શાળાને રૂ.1.38 કરોડના ખર્ચે નવનિર્મિત કરીને અનુપમ શાળા- સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી. અનુપમ પ્રાથમિક શાળામાં 679 કરતાં વધુ બાળકો શિક્ષણ મેળવી રહ્યા છે.

ગુજરાતના પ્રથમ મહિલા પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલે આ શાળાનું લોકાર્પણ કરીને બાળકોને માટે શિક્ષણના દ્વાર ખોલી આપ્યા હતા. તેમણે ઉપસ્થિત શિક્ષકમિત્રોને જણાવ્યુ કે બાળકોમાં રહેલી નૈસર્ગિંક શક્તિઓ વિકસાવવા માટે તેમનામાં જિજ્ઞાસા ઉત્પન્ન થાય તેવું વાતાવરણ પુરું પાડવૂં જોઇએ, કારણકે બાળકમાં શીખવાની ભારે ક્ષમતાઓ રહેલી હોય છે અને આપણે તેને માત્ર તેનો રસ્તો જ બતાવવાનો હોય છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની ટીમ દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિની જે પરિકલ્પના કરવામાં આવી છે, તેને અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સાકાર કરવામાં આવી છે. અનુપમ શાળા એ આપણા સૌ માટે ગૌરવની વાત છે આવતીકાલના ભારતનું નિર્માણ આ પ્રકારની શાળાઓ થકી જ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp