મમતા સરકારનો મોટો નિર્ણય, યુનિવર્સિટીમાં હવે રાજ્યપાલના સ્થાને CM હશે ચાંસેલર

PC: khabarchhe.com

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ટૂંક સમયમાં જ રાજ્યપાલના સ્થાને રાજ્યના યૂનિવર્સિટીના ચાંસેલર બની જશે. બંગાળ વિધાનસભામાં ટૂંક સમયમાં તેને લઈને સંશોધિત બિલ રજૂ કરવામાં આવશે. પ્રદેશના શિક્ષા મંત્રી બ્રત્ય બાસુએ જણાવ્યું કે, ગુરુવારના થયેલ કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો.

જણાવી દઈએ કે, કેટલાક દિવસો પહેલા જ યૂનિવર્સિટીમાં કુલપતિની નિયુક્તિને લઈને બંગાળમાં રસ્સાકસીના સમાચાર સામે આવ્યા હતા. બંગાળની મમતા સરકારે આરોપ લગાવ્યો હતો કે, રાજ્યપાલ જગદીપ ધનખડે રાજ્ય સરકારની સહમતી વગર કુલપતિઓની નિયુક્તિ કરી દીધી છે. એટલા માટે રાજ્યપાલની શક્તિઓ ઓછી કરવા માટે મમતા સરકારે આ પગલું ઉઠાવ્યું છે.

જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીની વચ્ચે 36નો આંકડો જગજાહેર છે. તાજેત્તરમાં સીએમ મમતા બેનર્જીને કલકત્તાના વિક્ટોરિયા મેમોરિયલમાં સંસ્કૃતિ મંત્રાલય તરફથી આયોજિત કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા નથી.

આ વર્ષે જાન્યુઆરીમાં સીએમ મમતાએ ગવર્નર જગદીપ ધનખડને ટ્વિટર પર બ્લોક કરી દીધા હતા. મમતાનું કહેવું હતું કે, તે બંગાળના ગવર્નરના ટ્વિટથી પરેશાન થઈ ગઈ છે, જે બાદ તેઓએ જગદીપ ધનખડને બ્લોક કરી દીધા. આ દરમ્યાન મમતા બેનર્જીએ ગવર્નર ધનખડ પર ગંભીર આરોપ પણ લગાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp