નેશનલ ઇન્ટરેક્ટિવ ટૂર અન્વયે પૂર્વોત્તર રાજ્યોના 50 બાળકો ગુજરાતના પ્રવાસે

PC: twitter.com

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અનેકતામાં એકતાની અને ‘એક ભારત- શ્રેષ્ઠ ભારત’ની સંસ્કૃતિને રાજ્યો-રાજ્યો વચ્ચે બાળકો-વિદ્યાર્થીઓના સાંસ્કૃતિક પ્રવાસોથી નવું બળ મળે છે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે. મુખ્યમંત્રીએ ઉત્તર-પૂર્વીય રાજ્યો મિઝોરમ, મણિપૂર, મેઘાલય, ત્રિપૂરા, આસામ અને નાગાલેન્ડની વિવિધ અંતરિયાળ શાળાઓના બાળકોના ગુજરાત રાજ્યના પ્રવાસ દરમિયાન તેમને ગાંધીનગરમાં મુખ્યમંત્રી આવાસે આમંત્રીને સહજ સંવાદ કર્યો હતો. ભારતીય સેનાની સૌથી જૂની રેજિમેન્ટ આસામ રાયફલ દ્વારા આ વર્ષે નેશનલ ઇન્ટરેક્ટીવ ટૂર અન્વયે આ રાજ્યોની ગ્રામીણ શાળાઓના 50 જેટલા વિદ્યાર્થીઓના ગુજરાત પ્રવાસનું આયોજન કરવામાં આવેલું છે.

આ પ્રવાસનો મુખ્ય હેતુ અલ્પવિકસીત પ્રદેશો-રાજ્યોના અંતરિયાળ ગામોના બાળકોને દેશના અન્ય રાજ્યોના વિકાસ અને યોજનાઓની ગહન જાણકારી આપવાનો છે. મુખ્યમંત્રીએ આ બાળકો સાથે રસપ્રદ સંવાદ કરતાં ગુજરાત ભગવાન કૃષ્ણની ભૂમિ જ્યારે પૂર્વોત્તર રાજ્ય રૂકમણીની ભૂમિ છે તેની ભૂમિકા આપી બેય પ્રદેશોના સાંસ્કૃતિક અને ઐતિહાસિક સંબંધોનો મહિમા ઉજાગર કર્યો હતો.

તેમણે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર, સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના રાષ્ટ્રીય મહત્વ ધરાવતા સ્થાનો અંગે પણ આ બાળકોને જાણકારી આપી હતી.

આ બાળકોએ પણ ગુજરાતનો તેમનો આ પ્રવાસ તેમના માટે વિકાસ પ્રત્યક્ષ માણવા-જાણવાનો અનુભવ બન્યો છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. આસામ રાયફલના મેજર રોહનના નેતૃત્વમાં 38 દિકરાઓ અને 12 દિકરીઓ એેમ કુલ 50 બાળકોએ તેમના ગુજરાત પ્રવાસ દરમિયાન પોરબંદર, ઓખા કોસ્ટગાર્ડ સેન્ટર, દ્વારિકાધિશ મંદીર જેવા સ્થળોની પણ મુલાકાત લીધી હતી. આ બાળકો આગામી 9મી જાન્યુઆરીએ તેમનો પ્રવાસ પૂર્ણ કરી ગૌહાતી પરત જવાના છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp