સુરતમાં 24 ઓક્ટોબર સુધી આ જગ્યાએ પર 'ખાદી ઉત્સવ-2021'નો પ્રારંભ

PC: khabarchhe.com

ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગ્રામ્ય વિસ્તારના કારીગરોને રોજગારી મળી રહે અને તેમના દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓનું સીધુ માર્કેટીંગ થાય તેવા આશયથી સુરત શહેરના અડાજણ વિસ્તારના હનીપાર્ક મેદાન ખાતે તા.24 ઓક્ટો. દરમિયાન યોજાઈ રહેલા 'ખાદી ઉત્સવ-2021'માં ગાંધીજીને પ્રિય એવી ખાદીને ખરીદવા માટે સુરતીલાલાઓ માટે અનેરો અવસર છે.

'ખાદી ઉત્સવ-2021' દ્વારા હસ્તકલા-હાથશાળ, કુટિર અને ગ્રામોદ્યોગની વંશપરંપરાગત કલાને જીવંત રાખી કલાકૃતિનું સર્જન કરતા કારીગરોને સીધુ જ માર્કેટીંગ પુરૂ પાડીને આજીવિકામાં વધારો કરવાના આશય છે. રાજ્યના ભવ્ય, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ કલાવારસાને ઉજાગર કરતાં આ મેળામાંથી તા. 14 થી 24 ઓક્ટો. સુધી સવારના 11.00 થી રાત્રિના 10.00 વાગ્યા દરમિયાન ખાદીના 52 તથા 48 અન્ય ચીજવસ્તુઓ મળી કુલ 100થી વધુ સ્ટોલ દ્વારા વિવિધ પ્રકારની સુતરાઉ ખાદી, પોલીસ વસ્ત્ર ખાદી, ગરમ ખાદી તેમજ રેશમના પટોળા તથા ગૃહઉદ્યોગની વસ્તુઓની ખરીદી કરી શકાશે. ખાદી પર 20 થી 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. રોજના 7000 જેટલા મુલાકાતીઓ આવી રહ્યાં છે, અને રૂ.10થી 15 લાખનું વેચાણ થઈ રહ્યું છે.

પ્રધાનમંત્રીના 'વોકલ ફોર લોકલ'ના સ્વપ્નને સાકારિત કરવા તથા ખાદીનો વધુને વધુ ઉપયોગ થાય તેવા આશયથી શરૂ થયેલાં ખાદી ઉત્સવમાં ખાદી અને હાથ બનાવટની ચીજવસ્તુઓ ખરીદી કરીને અદના કારીગરોને પ્રોત્સાહિત કરવાની તક ઝડપી લઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp