દેશની સર્વશ્રેષ્ઠ સરકારી શૈક્ષણિક સંસ્થાની રેન્કિંગમાં દિલ્હીની સ્કૂલે મારી બાજી

PC: indiaaheadnews.com

રાજધાની દિલ્હીની એક સ્કુલને દેશની સર્વશ્રેષ્ઠ સ્કુલોની રેન્કિંગમાં પહેલું સ્થાન હાંસલ કર્યું છે. જ્યારે અન્ય બે સ્કુલો પણ ટોપ 10 માં જગ્યા બનાવવામાં સફળ રહી છે. દિલ્હી સરકાર તરફથી જાહેર કરેલા નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે. નિવેદનમાં કહેવાયું છે કે, એજ્યુકેશન વર્લ્ડ નામની શૈક્ષણિક પોર્ટલે આ રેન્કિંગ જાહેર કરી છે. જેમાં સરકાર દ્વારા સંચાલિત રાજકીય પ્રતિભા વિકાસ વિદ્યાલય(RPVV) સેક્ટર 10 દ્વારકા પહેલા સ્થાને રહી. એજ્યુકેશન વર્લ્ડ નામનું શૈક્ષણિક પોર્ટલ દર વર્ષે આ પ્રકારની રેન્કિંગ બહાર પાડે છે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને કુલદીપ કુમારે આ દરેક સ્કુલોના શિક્ષકો અને કર્મચારીઓને તેમના સતત પ્રયાસો માટે શુભેચ્છા પાઠવી હતી.

રાજકીય પ્રતિભા વિકાસ વિદ્યાલય(RPVV) સેક્ટર 10 દ્વારકા ને સતત બીજા વર્ષે ભારતની સરકારી સ્કુલોની શ્રેણીમાં સર્વશ્રેષ્ઠ સ્થાન મળ્યું છે. કેન્દ્રીય વિદ્યાલય, IIT મદ્રાસ, ચેન્નઈ અને કોઝીકોડના નાડક્કવુની GVHSS વિદ્યાલય સંયુક્ત રીતે બીજા સ્થાને રહ્યા. ત્યાર પછી કેન્દ્રીય વિદ્યાલય, IIT બોમ્બે, પોવાઈ ત્રીજા ક્રમે રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp