ડૉક્ટરની રીસર્ચમાં ખુલાસો રાજકોટમાં સાયન્સના 32% વિદ્યાર્થીઓ ડિપ્રેશનના શિકાર

PC: chhaya.co.in

રાજકોટના એક ડૉકટરે ડિપ્રેશન પર કરેલી રીસર્ચમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. 1219 વિદ્યાર્થીઓ પર કરવામાં આવેલા રીસર્ચમાં ખુલાસો થયો હતો કે, તેમાંથી 32% વિદ્યાર્થીઓ કોઈના કોઈ કારણસર ડિપ્રેશનના શિકાર હતા. 

રિપોર્ટ અનુસાર રાજકોટની PDU મેડિકલ કોલેજને મેડિસીન વિભાગના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા ડૉક્ટર પ્રવીણરાજ દ્વારા પોતાના પેપર પ્રેઝન્ટેશન માટે સાયન્સના વિદ્યાર્થીઓમાં ડિપ્રેશનનો વિષય પસંદ કરવામાં આવ્યો હતી. તેમને રાજકોટની 14 જેટલી ખાનગી શાળાઓમાં 11 અને 12 સાયન્સમાં અભ્યાસ કરતા 1219 વિદ્યાર્થીઓ પર રીસર્ચ કરી હતી. આ રીસર્ચમાં જાણવા મળ્યું હતું કે, માત્ર 68% વિદ્યાથીઓ તણાવમાંથી બહાર છે અને 1219 વિદ્યાર્થીઓમાંથી 32% વિદ્યાર્થીઓ કોઈના કોઈ કારણસર ડિપ્રેશનના શિકાર હતા. આ ઉપરાંત 1.6% વિદ્યાર્થીઓ એવા હતા કે, તેમને આપઘાત કરવાનો વિચાર કર્યો હોય અથવા તો ભૂતકાળમાં આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હોય. આ ઉપરાંત એવા વિદ્યાર્થીઓ ડિપ્રેશનના શિકાર હતા કે, જેમના માતા-પિતા ઓછુ ભણેલા હોય, વિદ્યાર્થીનું પરિણામ ઓછું આવતું હોય, વિદ્યાર્થીને કોઈ બાંધાણ હોય અથવા તો તે બીમારીગ્રસ્ત હોય.

આ બાબતે ડૉક્ટર પ્રવીણરાજે જણાવ્યું હતું કે, તરુણોને થતી બીમારીઓમાં વધુ ડિપ્રેશનની બીમારી જોવા મળે છે. ડિપ્રેશનની અસર ભવિષ્યમાં પરિવારના સભ્યો, સંબધો, સામાજિક વ્યવહાર અને વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડે છે અને તેનું લાંબાગાળે પરિણામ મળે છે. ડિપ્રેશનના અંત માટે સમયાંતરે પેરેન્ટ્સ મીટીંગ થવી જોઈએ, જેમાં બાળકોના સ્વસ્થ અને માનસિક સ્થિતિ પર ચર્ચા થવી જોઈએ. સાયન્સના વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ માટે સાયકોલોજીસ્ટની નિમણૂક કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp