પહેલા જ પ્રયાસમાં બન્યા IAS, પછી ખોલ્યું કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ જાણો ડૉ.વિકાસ વિશે

PC: dnpindia.in

દેશના લોકપ્રિય શિક્ષકોમાં ગણાતા ડૉ.વિકાસ દિવ્યકીર્તિના નિવેદન પર વિવાદ ઊભો થઈ ગયો છે. સોશિયલ મીડિયા પર કોચિંગ ઈન્સ્ટિટ્યૂટ દ્રષ્ટિ IAS પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે. આરોપ છે કે, વિકાસ દિવ્યકીર્તિએ પોતાના વર્ગમાં માતા સીતાનું અપમાન કર્યું છે. ખરેખર, RSS નેતા સાધ્વી પ્રાચીએ BanDrishtiIAS હેશટેગની સાથે વિકાસ દિવ્યકીર્તિનો એક વીડિયો શેર કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, દિવ્યકીર્તિએ જે વાતો કહી છે, તે હિન્દુ ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડનારી છે.

સાધ્વી પ્રાચી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં વિકાસ દિવ્યકીર્તિને સંસ્કૃતના એક લેખકને ટાંકતા સાંભળી શકાય છે, 'હે સીતા જો તમને લાગે છે કે, યુદ્ધ મેં તમારા માટે લડ્યું છે તો તમારી ગેરસમજ છે. યુદ્ધ તમારા માટે નથી લડયું, યુદ્ધ આપણા કુળના સન્માન માટે લડવામાં આવ્યું છે. રહી તમારી વાત તો જેમ કૂતરા દ્વારા ચાટ્યા પછી ઘી ખાવા લાયક નથી રહેતું, તે રીતે જ હવે તમે મારા લાયક નથી.'

માતા-પિતા બંને હિન્દી સાહિત્યના રહ્યા પ્રોફેસર

ચાલો હવે તમને માતા સીતા પર આપવામાં આવેલા નિવેદનને લઈને વિવાદોમાં ઘેરાયેલા ડૉ. વિકાસ દિવ્યકીર્તિ કોણ છે તે જણાવીએ. ડૉ. વિકાસ દિવ્યકીર્તિનો જન્મ હરિયાણાના એક મધ્યમ વર્ગીય પરિવારમાં 26 ડિસેમ્બર 1973ના રોજ થયો હતો. તેમના માતા-પિતા બંને જ હિન્દી સાહિત્યના પ્રોફેસર હતા. વિકાસ બાળપણથી જ અભ્યાસમાં ખૂબ જ સારો હતો અને હિન્દી સાથે તેમનો પણ ઊંડો લગાવ રહ્યો. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી BA કર્યું. આ પછી તેણે હિન્દીમાં MA, M.Phil અને પછી Phd કર્યું. તેઓ આટલેથી ન અટક્યા, તેમણે DU અને ભારતીય વિદ્યા ભવનમાંથી અંગ્રેજીથી હિન્દી અનુવાદમાં પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ હાંસલ કરી.

IAS તરીકે ગૃહ મંત્રાલયમાં પોસ્ટેડ થયા

ડૉ. વિકાસ દિવ્યકીર્તિએ પોતાની કારકિર્દીની શરૂઆત દિલ્હી યુનિવર્સિટીમાં શિક્ષક તરીકે કરી હતી. તેમણે 1996મા પોતાના પહેલા જ પ્રયાસમાં UPSC પરીક્ષા પાસ કરી લીધી હતી. તેઓ IAS અધિકારી બની ગયા, તેઓનું પોસ્ટીંગ ગૃહ મંત્રાલયમાં થયું. જો કે, અધિકારીનું કામમાં મન નહીં લાગ્યું. તેમનો રસ ટીચિંગ લાઇનમાં જ રહ્યો. માત્ર એક વર્ષ બાદ જ તેમણે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું. 1999મા, ડૉ. વિકાસ દિવ્યકીર્તિએ દૃષ્ટિ IAS કોચિંગ ઇન્સ્ટિટ્યૂટનો પાયો નાખ્યો, જે આજે દેશભરમાં પ્રખ્યાત છે.

ડૉ.વિકાસ દિવ્યકીર્તિનું અધૂરું નિવેદન થયું વાયરલ

ધ્યાન રાખો કે, જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેને ડૉ. વિકાસ દિવ્યકીર્તિનું અધૂરું નિવેદન કહેવામાં આવી રહ્યું છે. દિવ્યકિર્તિના સમર્થકોનું કહેવું છે કે, જો સમગ્ર નિવેદન સાંભળવામાં આવે તો વિવાદની કોઈ વાત નથી. આ આખા વિડિયોમાં ડૉ. વિકાસ દિવ્યકીર્તિ કહે છે કે, 'સંસ્કૃતના એક ગ્રંથમાં રામના મુખેથી એવું કહેવામાં આવ્યું છે. આ રામ નથી કહી રહ્યા, પણ લેખક કહી રહ્યા છે. લેખક તેમના મનના વિચારો પાત્રોના મુખથી કહે છે. આનાથી છબી તો ચરિત્રની જ બગડે છે. તુલસીદાસે આ બાબતે કશું જ નહીં કહ્યું. તેઓ જાણતા હતા કે, તેનાથી વિવાદ થશે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp