દારૂડિયો શિક્ષક બન્યો નિંદા પાત્ર, શાળામાં જ નશો કરીને એવો સૂતો કે ઉઠાડવા...

PC: haribhoomi.com

છત્તીસગઢના બિલાસપુર જિલ્લામાં લોહર્સી ગામના સબરિયા ડેરા પ્રાથમિક શાળામાં એક દારૂડિયા શિક્ષકનો વીડિયો વાયરલ થયો છે. શિક્ષકે હદ તો ત્યારે કરી દીધી, જ્યારે નશો હાવી થયો તો શાળા બહાર જ પોતાની બાઇક પાસે સૂઇ ગયો. બરાબર એ સમયે ત્યાંથી પસાર થતા સરપંચની નજર અચાનક દારૂડિયા શિક્ષક પર પડી ગઇ અને તે સીધો શાળામાં પહોંચી ગયો. શિક્ષકને ઉઠાડ્યો, પરંતુ શિક્ષક ઊઠવાનું નામ લઇ રહ્યો નહોતો, ત્યારે જ સરપંચે છાકટા થઇને પડેલા શિક્ષક અને તેની બાઇકનો વીડિયો બનાવી લીધો અને વાયરલ કરી દીધો.

કહેવામાં આવે છે કે, લોહર્સી પંચાયતના સબરિયા ડેરા પ્રાથમિક શાળામાં 30 બાળકો ભણે છે. અહીં 2 શિક્ષક કાર્યરત છે, જેમાંથી સોનુરામ સાહૂ પ્રભારી મુખ્ય શિક્ષક અને બીજો સુભાષચંદ્ર ભારદ્વાજ છે. બાળકોએ જણાવ્યું કે સુભાષચંદ્ર ભારદ્વાજ મોટા ભાગે દારૂ પીને જ શાળાએ આવે છે. શુક્રવારે પણ સુભાષચંદ્ર ભારદ્વાર દારૂ પીને શાળાએ પહોંચ્યો હતો, જ્યાં તે શાળાના કિચન સુધી પહોંચી ગયો અને ત્યાં પોતાની સાથે લાવેલો મહુડાનો દારૂ પીવા લાગ્યો હતો. ત્યાં કામ કરી રહેલી મહિલાઓ પાસે તેણે ચાખવા માટે દાળ પણ માગી હતી.

શનિવારે પણ શિક્ષક દારૂ પીને શાળાએ પહોંચ્યો હતો, નશો એટલો બધો હતો કે શિક્ષણ પોતાની બાઇક ઊભી કરીને ત્યાં જ શાળા પરિસરમાં સૂઇ ગયો. ગામનો સરપંચ જ્યારે શાળામાં શિક્ષક પાસે પહોંચ્યો, સૌથી પહેલા તેણે શિક્ષકને ઉઠાડ્યો અને સમજાવ્યો. ત્યારે શિક્ષક બોલતો રહ્યો હું નહીં ઊઠું. ત્યારબાદ સરપંચે જ તેનો અને ગાડીનો વીડિયો બનાવી લીધો, જેમાં પન્નીમાં દેશી દારૂ અને બાઇટ માટે જમરૂખ નજરે પડી રહ્યા છે. પ્રભારી મુખ્ય શિક્ષક સોનુરામ સાહૂએ જણાવ્યું કે સુભાષચન્દ્ર ભારદ્વારના કારણે શાળાના બધા લોકો પરેશાન છે.

તેમણે કહ્યું કે, તે મોટા ભાગે આ જ પ્રકારે શાળામાં આવે છે. બાળકો પણ ડરના કારણે આવી શકતા નથી. દારૂના નશામાં બાળકોને લડે છે અને રજા છે કહીને ભગાવી પણ દે છે. અમે ઘણી વખત તેની ફરિયાદ BEOને કરી છે, પરંતુ કોઇ અમારી સાંભળતું નથી. બાળકોનું કહેવું છે કે, અમે પણ શિક્ષકથી પરેશાન છીએ. આ સંબંધમાં વિકાસખંડ શિક્ષણ અધિકારી અશ્વિની ભારદ્વાજ સાથે પણ વાતચીત કરવામાં આવી તો તેમનું કહેવું છે કે, વીડિયોના માધ્યમથી અમને જાણકારી મળી છે. વિભાગીય તપાસ કરીને તાત્કાલિક તેને સસ્પેન્ડ કરી દેવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp