ફી બાકી હોવાના કારણે સુરતની આ શાળાએ 70 વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દીધા

PC: Dainikbhaskar.com

કોરોનાની મહામારી વચ્ચે શાળા સંચાલકોની દાદાગીરીના કિસ્સાઓ સામે આવ્યા હતા. કોરોનાની મહામારી વચ્ચે શાળાઓ બંધ હતી. તે સમયે જે વાલીઓએ બાળકોની ફી ન ભરી હોય તેમના બાળકોનું ઓનલાઈન શિક્ષણ શાળાઓ દ્વારા બંધ કરવામાં આવ્યું હોવાની ઘટનાઓ પણ સામે આવી હતી. તો બીજી તરફ કેટલીક શાળાઓએ તો એ FRC દ્વારા નક્કી કરવામાં આવેલી ફી કરતાં વધારે ફીની માગણી વાલીઓ પાસે કરી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સુરતમાં ફરી એકવાર શાળા સંચાલકોની દાદાગીરીની ઘટના સામે આવી છે. ત્યારે સુરતના પર્વત પાટિયા વિસ્તાર ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને શાળાના સંચાલકોએ પરીક્ષામાં બેસવા દીધા ન હતા. વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા ન દેવાનું કારણ એક જ હતું કે, તેમના વાલીઓએ ફી ભરી ન હતી અને આ ઘટનાને લઇને વાલીઓએ વિરોધ કર્યો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ અને DEO દોડતા થયા હતા.

રિપોર્ટ અનુસાર સુરતમાં પર્વત પાટીયા વિસ્તારમાં RMG મહેશ્વરી ઇંગ્લિશ સ્કૂલ આવેલી છે. આ શાળામાં વિદ્યાર્થીઓની પ્રથમ કસોટી શરૂ થઈ છે પરંતુ ઇંગ્લીશ મીડીયમ શાળામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓની ફી બાકી હોવાના કારણે શાળાના સંચાલકોએ 70 વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દીધા હતા. આ બાબતે વાલીઓને જાણ થઈ ત્યારે વાલીઓએ શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો.

આ બાબતે RMC મહેશ્વરી ઈંગ્લિશ સ્કૂલના ટ્રસ્ટી રાનીદાન ગાંધીનું કહેવું છે કે, બે વર્ષથી સાત વાલીઓએ તેમના બાળકોની ફી ભરી નથી. વાલીઓએ અન્ય બાળકોને પણ પરીક્ષામાં જતા અટકાવ્યા હતા. જેથી અમારે પોલીસ બોલાવવી પડી હતી. કોરોનાની મહામારી વચ્ચે અમારે વાલીઓને મદદ કરવી પડી હતી પરંતુ હવે અમારે પગાર ચૂકવવામાં પણ તકલીફ પડી રહી છે.

તો બીજી તરફ આનંદ કુમાર નામના એક વાલીએ જણાવ્યું હતું કે, મારી દિકરી સહિત 70 વિદ્યાર્થીઓની ફી બાકી હતી એટલે સ્કુલે તેમને પરીક્ષામાં બેસવા દીધી નથી. જેથી અમે શાળા પર જઈને હોબાળો કર્યો હતો અને પછી પોલીસની મધ્યસ્થી બાદ વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp