સાતમા પગારપંચને લઈને શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની મોટી જાહેરાત

PC: Khabarchhe.com

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝ મુજબ ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે ચાલી રહેલા અંદાજપત્ર સત્ર દરમિયાન શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શૈક્ષણિક ક્ષેત્રે મહત્ત્વની જાહેરાત કરતા કહ્યું હતું કે, રાજ્યની યુનિવર્સિટીઓ અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી-બિનસરકારી અનુદાનિત કોલેજોના પ્રાધ્યાપકોને કેન્દ્રીય સાતમા પગાર પંચનું એરિયર્સ ચૂકવાશે.

મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, રાજ્યની યુનિવર્સિટીઓ અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી - બિન સરકારી અનુદાનિત કોલેજોના પ્રાધ્યાપકોને યુજીસીની ભલામણ મુજબ કેન્દ્રીય સાતમા પગારપંચના પગાર સુધારણાનો લાભ આપવામાં આવશે. કોરોનાની મહામારીને કારણે રાજ્ય સરકારની આવકમાં ઘટાડો થયો છે તેમ છતાં શૈક્ષણિક હિતોને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ સાથે આ લાભ શિક્ષણ વિભાગના તા.1/2/2019 ના ઠરાવ મુજબ તા.1/1/2016 થી આપવામાં આવશે. મળવાપાત્ર કુલ એરિયર્સની 50% રકમ પ્રથમ હપ્તા પેટે ચૂકવવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp