આ જિલ્લામાં 26 વર્ષોથી ફક્ત આઠ રૂપિયા મળી રહી છે સરકારની સ્કોલરશિપ

PC: youtube.com

એક તરફ 250 કરોડ રૂપિયાનો શિષ્યવૃત્તિ ઘોટાળો અને બીજી તરફ જિલ્લાની લાહોલ-સ્પીતિ પ્રાથમિક શાળાના બાળકો સાથે સ્ટાઇપેન્ડના નામે મજાક કરવામાં આવી રહી છે. 26 વર્ષોથી લાહોલ-સ્પીતિ પેટર્ન અંતર્ગત બાળકોને દર મહિને માત્ર 8 રૂપિયા જ શિષ્યવૃત્તિ આપવામાં આવી રહી છે. એ શિષ્યવૃત્તિ પણ આખા વર્ષની નહીં, પણ 10 મહિનાની જ આપવામાં આવે છે.

વર્ષ 1994 પહેલા તેમને માત્ર 2 રૂપિયાની શિષ્યવૃત્તિ મળતી હતી. વર્ષ 1994 બાદ તેમની શિષ્યવૃત્તિમાં 6 રૂપિયા વધારી દેવામાં આવ્યા પરંતુ, શિષ્યવૃત્તિ માત્ર 10 મહિનાની જ કરી દેવામાં આવી. લાહોલ-સ્પીતિ પેટર્ન પર મળનારી શિષ્યવૃત્તિ વધારવા માટે ઘણીવાર સરાકાર સાથે પત્ર વ્યવહાર કરવામાં આવ્યો, પરંતુ સરકાર તરફથી કોઇ ધ્યાન આપવામાં ન આવ્યું.

હિમાચલ સરકાર લાહોલ-સ્પીતિ યોજના અંતર્ગત આપવામાં આવતી શિષ્યવૃત્તિના નામે માત્ર ઔપચારિકતા જ પૂરી કરી રહી છે. જિલ્લાના લોકોએ તાત્કાલિન સરકાર પાસે ભલામણ કરી શિષ્યવૃત્તિ વધારવા અથવા આ પેટર્ન હેઠળ શિષ્યવૃત્તિના નામે થતી મજાકને બંધ કરવા રજૂઆત કરી છે. તમને જણાવી દઇએ કે, વર્તમાન સમયમાં લાહોલમાં 114 અને સ્પીતિમાં 69 પ્રાથમિક શાળાઓ આવેલી છે. જેમાં 1500થી વધારે વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે.

શિક્ષણ વિભાગમાંથી નિવૃત્ત થયેલા અધિકારી શામ સિંહ અને પ્રેમ ચંદે કહ્યું હતું કે, જ્યારે તેઓ વિદ્યાર્થી હતા ત્યારે તેમને માત્ર 2 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવતી હતી અને શિક્ષકોનો પગાર પણ થોડો જ આપવામાં આવતો હતો. હાલમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને મહિને 35-40 હજાર રૂપિયા પગાર મળે છે પરંતુ શિષ્યવૃત્તિમાં 1994 બાદ માત્ર 6 રૂપિયા જ વધારવામાં આવ્યા છે. નાયબ શિક્ષણ કાર્યભાર સંભાળી રહેલા કેલાંગ શાળાના મુખ્ય આચાર્ય રમેશ લાલે લાહોલ-સ્પીતિ પેટર્નમાં દર મહિને, પહેલા ધોરણથી પાંચમાં ધોરણ સુધી માત્ર 8 રૂપિયાની શિષ્યવૃત્તિ આપવાની પુષ્ટિ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp