બેંક ક્લાર્કના 7 હજાર પદો પર આ બેંકોમાં ભરતી નીકળી

PC: firstpost.com

ઈન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિગ પર્સનલ સિલેક્શને ક્લાર્કના 7 હજાર પદો પર ભરતી માટે યોગ્ય ઉમેદવારોની અરજી મગાવી છે. યોગ્ય અને ઈચ્છુક ઉમેદવાર દરેક જરૂરી જાણકારીઓ નોટિફિકેશનમાં ચેક કરીને 27 ઓક્ટોબર સુધી અરજી નોંધાવી શકે છે.

આ ભરતીના માધ્યમથી બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેંક, યૂરો બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા, બેક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક, યૂનિયન બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્ર સહિત 11 બેંકોમાં ક્લાર્કની ભરતીઓ થશે.

ઇચ્છુક ઉમેદવારો www.ibps.in વેબસાઇટ વિઝિટ કરી નોટિફિકેશન ડાઉનલોડ કરી શકે છે. કુલ 7855 ક્લાર્ક પદો પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે રજિસ્ટ્રેશન 7 ઓક્ટોબરથી શરૂ થઇ ચૂક્યા છે અને ઓનલાઇન એપ્લિકેશનની છેલ્લી તારીખ 27 ઓક્ટોબર છે. ઉમેદવારોનું સિલેક્શન ઓનલાઇન પ્રીલિમ્સ અને મેન્સ પરીક્ષાના આધારે થશે.

અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 20 થી 28 વર્ષની વચ્ચે હોવી જોઇએ. કોઇપણ સ્ટ્રીમમાંથી ગ્રેજ્યુએટ ઉમેદવાર આ ભરતી માટે અરજી કરવાને પાત્ર છે. અનારક્ષિત કેટેગરીના ઉમેદવારો માટે એપ્લિકેશન ફી 850 રૂપિયા છે. જ્યારે અન્ય દરેક ઉમેદવારો માટે અરજી ફી 175 રૂપિયા છે. અરજી, સિલેક્શ અને ભરતીથી જોડાયેલી જાણકારીઓ માટે ઉમેદવાર ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરે.

આ એક ઓટોનોમસ બોડી છે જે વિભિન્ન પાસાઓમાં સંગઠનોને સહાયતા પ્રદાન કરવા માટે બનાવવામાં આવી છે. મુખ્ય રીતે આનું કામ સાર્વજનિક ક્ષેત્રની બેંકોમાં જુદા જુદા પદોમાં ભરતી માટેની પ્રક્રિયાનું આયોજન કરવાનું છે. ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા જાળવી રાખવી, ઉમેદવારોની પ્રતિક્રિયાઓનું મૂલ્યાંકન કરવું વગેરે કામ IBPS કરે છે. IBPSને સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ, 1860 હેઠળ રજિસ્ટર્ડ કરવામાં આવ્યું હતું અને બોમ્બે પબ્લિક એક્ટ 1950 હેઠળ પબ્લિક ટ્રસ્ટના રૂપમાં પણ રજિસ્ટર્ડ કરવામાં આવ્યું. IBPSની કોશિશ રહે છે કે ઉમેદવારોની પસંદગી નિષ્પક્ષ અને પારદર્શી રીતે કરવામાં આવે. જેને સંભવ બનાવવા માટે આ સંસ્થા બધા પ્રયાસો કરે છે.

IBPS ઓફિસર, ક્લાર્ક અને સ્પેશ્યલિસ્ટ ઓફિસરના કેડરની ભરતીમાં મોટી ભૂમિકા ભજવે છે. આ દરેક ભરતી પરીક્ષાઓમાં દર વર્ષે લાખો ઉમેદવારો સામેલ થાય છે. આ સાર્વજનિક ક્ષેત્રની બેંકો, ક્ષેત્રીય ગ્રામીણ બેંકો, સહકારી બેંકો, ખાનગી બેંકો વગેરે જુદી જુદી સંસ્થાઓ માટે પરીક્ષાનું આયોજન કરે છે. આ ભરતી પરીક્ષાઓમાં સામાન્ય ભરતી પ્રક્રિયા CRP) PO/MT, CRP ક્લાર્ક, CRP RRBs વગેરે સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp