ઓનલાઈન અભ્યાસ ન કરી શકવાને લીધે સગીરાએ કરી આત્મહત્યા, ઘરમાં ઈન્ટરનેટ નહોતું

PC: twimg.com

કોરોના વાયરસને કારણે ઊભી થયેલી ત્રાસદી જુદી જુદી રીતે લોકોની જિંદગીને પ્રભાવિત કરી રહી છે. કોરોના વાયરસ મહામારીની વચ્ચે કેરળમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જોકે, આ એલાન સૌ કોઈ માટે ખુશી લઈને આવ્યું નથી. કેરળમાં સોમવારે વર્ચ્યુઅલ ક્લાસ દ્વારા નવા સત્રની શરૂઆત થઈ હતી.

કેરળના મલપ્પુરમમાં એક 14 વર્ષીય વિદ્યાર્થીનીએ કથિતપણે આત્મહત્યા કરી લીધી અને તેનું કારણ ઓનલાઈન ક્લાસ છૂટી જવાનું જાણવા મળ્યું છે. તેના માતા-પિતાનું કહેવું છે કે, તેમની પાસે ન તો ટીવી છે અને ન તો કોઈ સ્માર્ટફોન છે. એવામાં ઓનલાઈન ક્લાસ અટેન્ડ નહીં કરી શકવાને કારણે તે ખૂબ દુઃખી હતી.

સગીરા સોમવાર સવારથી જ પોતાના ઘરથી ગુમ હતી. તેનું સંપૂર્ણ રીતે બળી ગયેલું શવ થોડા સમય પછી તેના ઘરની પાસેથી જ મળી આવ્યું હતું. પોલીસને સગીરાના શવની પાસેથી તેલની એક બોટલ પણ મળી છે. પોલીસનું કહેવું છે કે, શરૂઆતી તપાસમાં અમને આ આત્મહત્યાનો મામલો લાગ્યો છે અને એક સુસાઈટ નોટ પણ મળી છે. સગીરાના શવને ત્યાર પછી પોસ્ટમોર્ટમ માટે મંજેરી મેડિકલ કોલેજ હોસ્પિટલ મોકલવામાં આવ્યું.

ધોરણ 9માં ભણતી સગીરાની શાળાનું કહેવું છે કે, તે ભણવામાં ખૂબ જ સારી હતી. સગીરાના માતા-પિતાનું કહેવું છે કે, તેમની પાસે નાનું ટીવી હતું પણ તેને પાછલા 3 મહિનાથી રિપેર કરવા આપ્યું હતું. તેનું રિપેરિંગ હજુ સુધી થઈ શક્યું નહોતું કારણે કે લોકડાઉનને કારણે તેમની પાસે પાછલા 3 મહિનાથી કોઈ કામ પણ નહોતું.

રાજ્ય સરકારના શિક્ષા મંત્રી સી રવિન્દ્રનાથે આ મામલે જિલ્લા શિક્ષા અધિકારી પાસેથી રિપોર્ટ માગી છે. સોમવારે ઓનલાઈન ક્લાસનું ઉદ્ઘાટન કરતા રાજ્યના મુખ્યમંત્રીએ તેને ક્રાંતિકારી ગણાવ્યું હતું. જોકે, ઘણાં શિક્ષાવિદો આ પહેલા સરકારને ચેતવણી આપી ચૂક્યા હતા કે દરેક બાળકો પાસે આ રીતની સુવિધા હશે નહીં.

હાલમાં, કેરળના વાયવાડથી સાંસદ રાહુલ ગાંધીએ એવા દરેક પરિવારોની લિસ્ટ મગાવી છે, જેમની પાસે ટીવી કે સ્માર્ટફોન નથી. જિલ્લા કલેક્ટરને લખેલા એક પત્રમાં તેમણે કહ્યું છે કે, સુવિધા વિહીન વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અભ્યાસ દુષ્કર સાહિત થઈ શકે છે. માટે તેઓ આ રીતના વિદ્યાર્થીઓને જરૂરી ડિવાઈસ અપાવવામાં મદદ કરવા માગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp