EWS અનામતના કારણે મેડિકલ કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા પાછળ ઠેલાઈ

PC: http://healthlive.co.in

આ વર્ષે EWS અનામતના અમલના કારણે મેડિકલમાં પ્રવેશ પ્રક્રિયા પાછળ ઠેલાઈ છે. ગત વર્ષે NEETના આધારે મેડિકલ ડેન્ટલ પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ થયો હતો. આ વખતે પણ તેવી જ સ્થિતિ છે. આ વખતે EWS અનામતને લઇને વિલંબ થયો છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું રિજલ્ટ જાહેર થવાને એક મહીના કરતા વધારે સમય વીતી ગયો છે. છતાં પણ B ગ્રૂપના વિદ્યાર્થીઓ પ્રવેશની રાહ જોઈ રહ્યા છે.

આ બાબબતે મેડિકલ પ્રવેશ સમિતિનું કહેવું છે કે, મેડિકલની પ્રવેશ સમિતિ દ્વારા પ્રવેશનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે હવે 17 જૂનથી વિદ્યાર્થીઓ પીન નંબર મેળવી શકશે. ત્યારબાદ વિદ્યાર્થીઓ 18 જૂનથી 24 જૂન સુધી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે. તો બીજી તરફ કોંગ્રેસે પ્રવેશ પ્રક્રિયા ઝડપી બનાવવાની માગ કરી છે.

મેડિકલ પ્રવેશ સમિતિના અધિકારીઓએ મીડિયા સાથે વાતચિત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યની મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમીયોપેથીક અને નેચરોપેથીમાં NEET પરીક્ષાના 2019ના પરિણામમાં આધારે પ્રવેશ કાર્યવાહી 17 જૂનથી શરૂ થશે. 17 જૂનથી 23 જૂન સુધી એક્સીસ બેંકની માન્ય કરેલી 102 બ્રાંચમાંથી પીન વિતરણ કરવામાં આવશે. જેનું મુલ્ય 200 રૂપિયા છે. પીન વિતરણ બાદ વિદ્યાર્થીએ પ્રવેશ સમિતિની વેબસાઈટ ઉપર 17 જૂનથી 24 જૂન સુધીમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

આ બાબતે કોંગ્રેસના નેતા મનીષ દોશીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ધોરણ 12નું વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યા ને ઘણો સમય થઈ ગયો છે. એન્જિનિયરીંગના મોક રાઉન્ડની પ્રક્રિયા પૂર્ણ થવાના આરે છે. આ સંજોગોમાં વિજ્ઞાન પ્રવાહના B ગ્રૂપના વિદ્યાર્થીઓના MBBS અને ડેન્ટલના વિદ્યાથીઓની પ્રવેશ પ્રક્રિયા ઝડપથી શરૂ થાય. એટલે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક સત્ર વહેલુ શરૂ કરી શકાય. જેના કારણે વિદ્યાર્થીઓન કારકિર્દીને યોગ્ય ન્યાય મળે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp