નવચેતન અદાણી વિદ્યાલયમાં વાર્તાકથન

PC: Khabarchhe.com

નવચેતન અદાણી વિદ્યાલય, જુનાગામ ખાતે શૈક્ષણિક પ્રવૃત્તિના ભાગરૂપે વૈભવભાઇ પરીખના માર્ગદર્શન હેઠળ  “વાર્તાકથન” નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 1 થી 8 ના 333  વિદ્યાર્થીઓ અને 10 શિક્ષકોએ ભાગ લીધો હતો. શરૂઆતમાં વિદ્યાર્થીઓને તેમના નામ સાથે એના શાબ્દિક અર્થ અંગેની સમજ, મૂક અભિનય દ્વારા જુદા જુદા પ્રાણીઓ, સ્વાતંત્ર્ય સેનાનીઓની ઓળખ દ્વારા બાળકોની કાલ્પનિકતાને ઉત્તેજિત કરવા માટે જુદા જુદા ઉદાહરણો આપવામાં આવ્યા હતા.

અભિનય સાથે વાર્તાકથન કરી બાળકોને જંગલોની કાલ્પનિકતામાં લઈ જઈ સ્વચ્છતાના પાઠ, જુદા જુદા રાજ્યોના વીર બાળકોની કથા દ્વારા તેમને બહાદુરી અને વીરતાની વાતો કરવામાં આવી હતી. ઉપરાંત વાર્તાઓ પરથી પંક્તિઓની રચના દ્વારા બાળકોને રચનાત્મકતા અને દીર્ઘ દ્રષ્ટિમાં વધારો થાય એવુ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. આ કાર્યક્રમનો  મુખ્ય હેતુ બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ખીલે, જિજ્ઞાસાવૃત્તિ,  મૌલિકતામાં વધારો થાય એ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp