શિક્ષિકા 11 વર્ષથી નદી પાર કરી બાળકોને ભણાવવા જાય છે

PC: entertainment.com

ઓરિસ્સાની એક મહિલા શિક્ષક પાછલા 11 વર્ષથી બાળકોને ભણાવવા માટે રોજ નદી પાર કરીને સ્કુલે પહોંચે છે. ઢેંકનાલ જિલ્લાની રાઠિયાપાલ પ્રાથમિક સ્કુલમાં ભણાવનારી 49 વર્ષીય બિનોદિનીને ચોમાસામાં સ્કુલ જવા માટે સાપુઆ નદીને પાર કરીને જવું પડે છે. તેમનો જુસ્સો એટલો મક્કમ છે કે પાણીમાં ભીના થવાથી બીમાર થયા હોવા છતાં તેમણે સ્કુલ જવાનું ક્યારેય બંધ કર્યું નહી. સ્કુલમાં કુલ 53 વિદ્યાર્થીઓ છે. બિનોદિની વર્ષ 2008 થી ટેમ્પરરી શિક્ષકના રૂપમાં કામ કરી રહી છે. ગણશિક્ષકોની ભરતી ઓરિસ્સા સરકારે વર્ષ 2000 ની શરૂઆતમાં કરી હતી.

બિનોદિનીના ઘરથી સ્કુલ સુધીનું અંતર 3 કિલોમીટરનું છે. હમણાં તેમનો પગાર 7000 રૂપિયા મહિને છે. જ્યારે તેમણે શરૂઆત કરી હતી ત્યારે તેમને 1700 રૂપિયા પ્રતિ મહિને પગાર મળતો હતો.

બિનોદિનું કહેવું છે કે, મારા માટે કામ કોઈપણ બાબત કરતાં મહત્ત્વનું છે. ઘર પર બેસીને હું શું કરીશ. તે પાછલા 11 વર્ષથી નદી પાર કરીને સ્કુલે જાય છે. સરકારે અમુક વર્ષ પહેલા નદી પર 40 મીટર લાંબો પુલ બનાવવાનો પ્રસ્તાવ પાસ કર્યો હતો, પણ હજુ સુધી તેના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp