અધિકારીરાજઃ ગર્વનરનું સતત અપમાન અને અનાદર થયાનો પત્ર તેમની કચેરીએ લખવો પડયો

PC: khabarchhe.com

ગર્વનર એટલે રાજ્યના પહેલા નાગરિક કહેવાય. તેમનું અપમાન એટલે આખા રાજ્યનું અપમાન કહેવાય પરંતુ અધિકારીઓને તેનો કોઇ વાંધો નથી. ગુજરાતના ઘણા નેતાઓ કહી ચૂક્યા છે કે અહીં અધિકારી રાજ ચાલી રહ્યું છે. તેમાં કેન્દ્રના મંત્રીથી લઇને એમપી અને એમએલએ સુધીનો સમાવેશ થાય છે. વચ્ચે તો વડોદરાના એમએલએએ જાહેરમાં કહ્યું હતું કે અધિકારીઓ ગાંઠતા નથી પછી તેમને સમજાવી લેવાયા હતા. પરંતુ કદાચ આવું પહેલીવાર છે કે ગર્વનર ઓફિસમાંથી એક વિભાગના સર્વોચ્ચ અધિકારીને લખાયું હોય કે તમે ગર્વનર ઓફિસ તરફથી મોકલાતા પત્રોનો અનાદર અને અપમાન કરો છે. 

જો માંડીને વાત કરીએ તો સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ના કુલપતિ શિવેન્દ્ર ગુપ્તા ની કુલપતિ તરીકે નિમણૂક થઇ ત્યારથી જ તેમની લાયકાત પર સવાલો થતા રહ્યા. કેસ હાઇકોર્ટમાં પણ ગયો અને હજુ ચાલે છે. જ્યારે બીજી બાજુ સિન્ડિકેટ સભ્ય સંજય દેસાઇએ સતત બે વર્ષ સુધી ગર્વનર ઓફિસમાં રજૂઆતો કરી. ગર્વનર ઓફિસે શિક્ષણવિભાગને જરૂરી પગલા લેવાનો નિર્દેશ પણ કર્યો. પરતું શિક્ષણ વિભાગના અધિકારીઓએ ન તો કોઇ પગલા લીધા ન કોઇ જવાબ આપ્યો. અંતે થાકીને ગર્વનર ઓફિસે કડક પત્ર લખવો પડ્યો કે તમે સતત ગર્વનર ઓફિસના પત્રોનો સતત અનાદર અને અપમાન કરી રહ્યા છો. આ પત્ર શિક્ષણ વિભાગના પ્રિસિપાલ સેક્રેટરીને રાજભવન દ્વારા લખવામાં આવ્યો છે. તેમને એમ પણ જણાવાયું છે કે શિક્ષણ વિભાગે લીધેલા પગલાની જાણ ફરિયાદીને પણ તરત કરવામાં આવે. 

ફરિયાદી સંજય દેસાઇ કુલપતિ ની લાયકાત અંગેની ખરાઈ, બાયોડેટામા આપેલ વિગતો ની વિસંગતતાઓ, યુનિવર્સિટી ના કાયદા કાનૂન નું વારંવાર નું ઉલ્લંઘન, અધ્યાપકોને એમના હક્કો થી વંચિત રાખી કરવામાં આવતી હેરાનગતી, આર્થિક ગેરરીતિઓ જેવી અનેક બાબતો અંગે તપાસ કરી , જરૂરી પગલાં લેવા માટે ગુજરાત ના રાજ્યપાલ (યુનિવર્સિટી ના કુલાધિપતિ) દ્વારા છેલ્લા બે વર્ષથી આજ પર્યંત સરકાર ના શિક્ષણ વિભાગ ને લખવામાં આવેલ અનેક પત્રો ઉપર કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતાં, રાજભવન દ્વારા શિક્ષણ વિભાગ ને કડક પત્ર પાઠવવામાં આવ્યો છે. અને રાજભવન ના પત્રો ના થઈ રહેલ સતત અનાદર અને અપમાન ના સંદર્ભમાં સત્વરે પગલાં લઈ જાણ કરવાની તાકીદ કરવામાં આવી છે.

હવે મઝાની વાત એ છે કે કુલપતિ ડો. શિવેન્દ્ર ગુપ્તાનો 3 વર્ષનો કાર્યકાળ પૂરો થઇ જવાનો છે. હવે તે બે મહિના જ છે. ત્યારપછી જો તેમને બીજી ટર્મ મળે તો તેઓ ફરી 3 વર્ષ કુલપતિ તરીકે રહી શકે. પરંતુ રાજભવને જે રીતે પત્ર લખ્યો છે તે જોતા એવું લાગે છે કે તેમની રીપિટ થવાની શક્યતા ઓછી છે. જોકે, તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અગ્રણીના સપોર્ટથી કુલપતિ બન્યા હતા. કદાચ ફરી તેમનો સપોર્ટ મળે તો રીપીટ થઇ જાય તો નવાઇ નહીં. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp