આ રાજ્યએ સ્કૂલોમાં યુનિફોર્મ અને પુસ્તકોના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

PC: impactguru.com

આજકાલ ભણતા બાળકોના માતા-પિતાની સૌથી મોટી સમસ્યા સ્કૂલોનો ખર્ચો છે. ખાસ કરીને આજકાલની સ્કૂલોમાં એવા નિયમો આવી ગયા છે કે, તમારે ફરજિયાત બાળકોનો સ્કૂલ યુનિફોર્મ અને પુસ્તકો સ્કૂલોમાંથી જ પૈસા આપીને લેવાના રહે છે. આ સિવાય દર વર્ષે સ્કૂલ યુનિફોર્મ ચેન્જ પણ કરવા પડે છે, જેની અસર મધ્યમ વર્ગીય પરિવારના ખિસ્સા પર પડે છે.

પરંતુ પંજાબ સરકારે એક મોટો નિર્ણય લેતા સ્કૂલોમાંથી વેચાતા યુનિફોર્મ અને પુસ્તકોના વેચાણ પર પ્રતિબંધ મૂકી દીધો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ઇંદર સિંગલાએ શનિવારના રોજ આ જાણકારી આપી હતી.

Image result for kids in school india

તેમણે કહ્યું હતું કે, CBSE, ICSE અને પંજાબ સ્કૂલ શિક્ષણ બોર્ડ સંબંધિત તમામ પ્રાઇવેટ સ્કૂલોને નિર્દેશ આપી દેવામાં આવ્યા છે કે, તેઓ બાળકોના માતા-પિતાને કોઇ નિર્ધારિત દુકાન, ફર્મથી સ્કૂલ યુનિફોર્મ ખરીદવા અને પુસ્તકો ખરીદવા માટે ન કહે. દિશા-નિર્દેશમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, એકવાર સ્કૂલમાં રજૂ થનારો સ્કૂલ યુનિફોર્મ ઓછામાં ઓછો ત્રણ વર્ષ સુધી ચલાવવામાં આવો જોઇએ. આ દરમિયાન તેના રંગ, ડિઝાઇનમાં કોઇ બદલાવ ન થવો જોઇએ.

આ સિવાય પંજાબ સરકાર દ્વારા સ્કૂલ ઓથોરિટિઝે બોર્ડના અભ્યાસક્રમ આધારિત પુસ્તકોનો ઉપયોગ કરવો અને સ્કૂલની વેબસાઇટ પર એ પુસ્તકોની યાદી અપલોડ કરવાનો પણ નિર્દેશ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp