રેલવેમાં 10મું પાસ માટે બમ્પર વેકેન્સી, આ રીતે કરો અરજી

PC: tnhglobal.com

સરકારી નોકરીની શોધ કરી રહેલા લોકો રેલવેમાં ભરતી માટે અરજી કરી શકે છે. ઈન્ડિયન રેલવેની ઈંટીગ્રલ કોચ ફેક્ટરી એપ્રેન્ટિસના 992 પદો પર ભરતી કરશે. આ પદો પર 10મા અને ITI પાસ લોકો અરજી કરી શકે છે. ઈચ્છુક ઉમેદવારો 24 જુન સુધીમાં અરજી કરી શકે છે. ભરતી સંબંધિત જાણકારી નીચે આપવામાં આવી છે. ઈચ્છુક ઉમેદવારો બધી જ જાણકારી વાંચ્યા બાદ જ અરજી કરે.

જગ્યાનું નામઃ એપ્રેન્ટિસ

કુલ ખાલી જગ્યાઃ 992

યોગ્યતાઃ 10મું પાસ ઉમેદવારો અરજી કરી શકે છે. ઉમેદવારની પાસે સંબંધિત ટ્રેડમાં ITI સર્ટિફિકેટ હોવું જોઈએ. યોગ્યતા સાથે સંબંધિત જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન જુઓ.

ઉંમર મર્યાદાઃ ઉમેદવારની ન્યૂનતમ ઉંમર 15 વર્ષ અને મહત્તમ ઉંમર 24 વર્ષ હોવી જોઈએ. ઉંમરની ગણતરી 1-10-2019 પ્રમાણે કરવામાં આવશે.

સ્ટાઈપેન્ડ

ફ્રેશર

પહેલા વર્ષે- 5700 પ્રતિ માસ

બીજા વર્ષે- 6500 પ્રતિ માસ

પૂર્વ ITI ઉમેદવાર

પહેલા વર્ષે- 5700 પ્રતિ માસ

બીજા વર્ષે- 6500 પ્રતિ માસ

ત્રીજા વર્ષે- 7350 પ્રતિ માસ

અરજી ફી

સામાન્ય/ EWS/OBC વર્ગ માટે- 100 રૂપિયા

SC/ ST/ PWD ઉમેદવારો માટે અરજી કરવાની કોઈ ફી નથી.

આ રીતે થશે પસંદગી

ઉમેદવારોની પસંદગી 10મા ધોરણમાં મળેલા અંક અને ઈન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે.

આ રીતે કરો અરજી

ઈચ્છુક લોકો ઓફિશિયલ વેબસાઈટ icf.indianrailways.gov.in પર જઈને અરજી કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp