ભારતીયો માટે આ દેશમાં જવું થયું મુશ્કેલ! 50% થી વધુ વીઝા રિજેક્ટ

PC: studiesinaustralia.com

ઘણા ભારતીય વિદ્યાર્થીઓને આ વર્ષે તેમના સ્ટુડન્ટ વીઝા મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. લેટેસ્ટ મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ઓસ્ટ્રેલિયાએ ભારત, પાકિસ્તાન અને નેપાળના સ્ટુડન્ટ વીઝા માટે એપ્લાય કરનારા લગભગ 50 ટકા વિદ્યાર્થીઓના વીઝા રિજેક્ટ કરી દીધા છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં જ ઓસ્ટ્રેલિયન અધિકારીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, ભારત, પાકિસ્તાન અને નેપાળમાંથી એપ્લાય કરનારા લગભગ 50 ટકા વિદ્યાર્થીઓના તેમના સ્ટુડન્ટ વીઝા રિજેક્ટ થયા છે.

2022 ને લઈ, ઓસ્ટ્રેલિયન અધિકારીઓએ સૂચવ્યું કે આંતરરાષ્ટ્રીય વીઝા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો થયો છે. જો ચાર વિદ્યાર્થીઓ એડમિશન માટે અરજી કરી રહ્યા છે, તો તેમાં ફક્ત એક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી છે. તો વોકેશનલ એજ્યુકેશન માટે ભારત, પાકિસ્તાન અને નેપાળમાંથી અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા 50 ટકાથી ઓછી છે. આ કોર્સિસ માટે માત્ર 3.8 વિદ્યાર્થીઓની અરજીઓ મંજૂર કરવામાં આવી છે. કુલ 900 વિદ્યાર્થીઓમાંથી માત્ર 34 વિદ્યાર્થીઓને જ વિદ્યાર્થી વીઝા મળ્યા છે.

મીડિયા રિપોર્ટ્સમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જુલાઈ 2022 સુધીમાં, ભારતના લગભગ 96,000 વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરી રહ્યા છે અથવા તેઓએ અભ્યાસ માટે અરજી કરી છે. ચીન પછી ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યા ભારતમાં સૌથી વધુ છે.

જો વાત કરીએ હાયર એજ્યુકેશનની તો ભારતીય વિદ્યાર્થીઓ માટે વીઝા મેળવવાનો સક્સેસ રેટ અથવા કહો કે વીઝા અપ્રુવનો રેટ ઘટીને 56 ટકા થઈ ગયો છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓ માટે, તે 57 ટકા છે, જ્યારે નેપાળી વિદ્યાર્થીઓ માટે, આ સંખ્યા 33 ટકા છે. તો વોકેશનલ એજ્યુકેશન માટે નેપાળી વિદ્યાર્થીઓના વીઝા અપ્રુવલ રેટ 15 ટકા સુધી છે.

ઓસ્ટ્રેલિયાના ગૃહમંત્રી ક્લેર ઓ'નીલે કહ્યું કે કોમનવેલ્થ દેશો માટે ઈમિગ્રેશન સિસ્ટમને ફરીથી કામ કરવા અંગે વાત થઈ છે. જોકે, મીડિયા રિપોર્ટ્સ સૂચવે છે કે સ્ટુડન્ટ વીઝા રિજેક્ટ થવાના ઘણા કારણો છે. આમાં નકલી એજન્ટો અને થર્ડ પાર્ટી એજન્સીઓનો સમાવેશ થાય છે. જેઓ વિદ્યાર્થીઓને વચન આપે છે કે તેમને 100% પ્રવેશ મળશે, પરંતુ નકલી દસ્તાવેજોને કારણે પ્રવેશ મળતો નથી. આ કારણે અરજીઓની સંખ્યા વધે છે, પરંતુ રિજેક્શન પણ વધે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp