2%ને ઑક્સિજન અને 5%ને રેમડેસિવીરની જરૂર, પણ ભારતીયોમાં પેનિકની ખરાબ ટેવઃ સર્વે

PC: divyabhaskar.co.in

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિ. ના મનોવિજ્ઞાન ભવન દ્વારા એક મહત્ત્વનો સર્વે કરવામાં આવ્યો છે. જેના રીપોર્ટમાંથી સામે આવ્યું છે કે, હોસ્પિટલમાં માત્ર 2%ને જ ઑક્સિજન અને માત્ર 5%ને જ રેમડેસિવીર ઈંજેક્શનની જરૂર હોય છે. પણ ભારતીયોમાં પેનિક થવાની ખરાબ આદતને કારણે દોડધામનું ચિત્ર જોવા મળ્યું છે. આ પેનિક ભયાનક પરિણામ લાવે છે. આ પ્રકારની માનસિકતાને બદલવી જરૂરી છે. આવા પેનિકને કારણે દર્દીની સ્થિતિ વધારે બગડે છે.

આ સર્વેમાં જે માનસિક સમસ્યાઓ મોટાભાગના લોકોને સતાવે છે એની એક યાદી તૈયાર કરવામાં આવી છે. મનોવિજ્ઞાનના નિષ્ણાતોએ પણ આ અંગેની ખાતરી કરી છે. આ ઉપરાંત, 99.4% જે લોકો સ્વસ્થ થઈને જાય છે એમનો ઉત્સાહ વધારીએ, મહામારીના આ સમયમાં આપણી માનસિકતા બદલવી ખૂબ જ જરૂરી છે. ખોટા પેનિકને કારણે દર્દીની સ્થિતિ સુધરવાના બદલે વધારે બગડે છે. આ પહેલા ભવને બાળકોની ઓનલાઈન સ્ટડી પર એક રીપોર્ટ તૈયાર કર્યો હતો. જેમાં બાળકો ઓનલાઈન ક્લાસના બહાને ગેમ્સ અને બીજા રવાડે ચડી જતા હોવાનું તારણ સામે આવ્યું હતું. આ ઉપરાંત આ સર્વેમાં વ્યક્તિ શા માટે કોરોનાની બીમારી છુપાવે છે અને એનાથી ગ્રામ્ય વિસ્તારની પ્રજા શા માટે ટેસ્ટિંગ નથી કરાવતી એ અંગે પણ મોટી વિગત જાણવા મળી છે. ભારતીયોની પેનિક થવાની આદતને કારણે આપણે કોરોનાને ફેલાતો રોકી શકતા નથી. આ ઉપરાંત, લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે, સોશિયલ મીડિયામાં વીડિયો, ફોટા, તેમજ અન્ય પોસ્ટ કરીને લોકોમાં ગભરાત ન ફેલાવશો. જ્યારે 45 ગ્રામ્ય વિસ્તારમાં સ્ત્રીઓમાં કોરોના વાયરસનું જોખમ વધારે છે. એવું રીપોર્ટમાંથી જાણવા મળ્યું છે.

બીજી તરફ ગ્રામ્ય પંથકમાં બીમારીને લઈને જાગૃતિ ઓછી હોવાનું કારણ પણ મોટું રહ્યું છે. ટેસ્ટ અંગે જાગૃતિ ન હોવાને કારણે ગ્રામ્ય વિસ્તારના લોકો ટેસ્ટ માટે જવાનું ટાળે છે. લોકોમાં એક એવી માનસિકતા હોય છે કે, માર્કેટમાં જથ્થો ખૂટી જશે તો અથવા લોકડાઉન થઈ જશે તો. પણ આ એક પ્રકારનો ડર હોય છે. ઘણા એવા પણ લોકો હોય છે જેમાં એક પણ પ્રકારના લક્ષણ ન હોવા છતાં ઈન્જેક્શન ખરીદે છે અને બેડને રોકી રાખે છે. પણ એનાથી બીજાને મોટું નુકસાન થાય છે. માત્ર કોવિડથી જ નહીં પણ કુદરતી રીતે પણ એટલા મૃત્યુ થાય છે. છેલ્લા દોઢ મહિનાથી મહામારીના આ વિષય પર એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં વ્યક્તિની સતત બદલાતી ટેવ, બાળકોનું વર્તન અને સ્વજનોની ચોક્કસ વસ્તુઓને લઈને થતી દોડધામનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેની સામે હકીકતના માનસિક પાસા તપાસવામાં આવ્યા હતા. હાલ આ સર્વે માટે સોશિયલ મીડિયાનો પણ પૂરતો સદુપયોગ કરવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp