ઉપલેટાની શાળામાં શિક્ષકે દલિત વિદ્યાર્થિનીઓને કહ્યું તમે નીચી જ્ઞાતિના હોવાથી...

PC: youtube.com

શાળામાં અભ્યાસ કરતા બાળકોને સારો અભ્યાસ મળી રહે તે માટે સરકાર જ્ઞાતિ-જાતીના ભેદભાવ રાખ્યા વગર સર્વ શિક્ષા અભિયાન ચલાવે છે અને બીજી તરફ શાળાઓમાં બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષકો દ્વારા જ બાળકોની સાથે ઊંચ-નીચના ભેદભાવ રાખવામાં આવે છે. ઉપલેટામાં આવેલી રાજમોતી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દલિત સમાજની વિદ્યાર્થીનીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાના ત્રણ શિક્ષકો પર તેમની સાથે ભેદભાવ રાખવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

વિદ્યાર્થીનીઓ વીડિયોમાં શાળાના ત્રણ શિક્ષકોનું નામ આપે છે. જેમાં જીગ્નેશ સર, રસીલા ટીચર અને લક્ષ્મી ટીચર તેમીની સાથે ભેદભાવ રાખતા હોવાનું જણાવ્યું હતું. વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે, આ શિક્ષકો શાળાની વધી વિદ્યાર્થીનીઓને ગોરણી માટે બોલાવે ત્યારે કહે છે કે નીચી જ્ઞાતિ સિવાય તમામ છોકરીઓ ગોરણીમાં આવો. જો અમે ગોરણીમાં જઈએ તો અમને ધક્કો મારીને કહે છે કે, નીચી જ્ઞાતિની છોકરીઓને અમે નથી લેતા.

જીગ્નેશ સર પર આક્ષેપ કરતા વિદ્યાર્થીનીઓએ કહ્યું હતું કે, તેઓ ચીટલા ભરે છે, હાથ થપડે છે અને પગ પર પગ મારી લે છે અને તેઓ વધારે છોકરીઓ પાસે જ બેસે છે.

લક્ષ્મી ટીચર પર આક્ષેપ કરતા વિદ્યાર્થીની જણાવે છે કે, લક્ષ્મી ટીચર સારું ભણાવે છે પરંતુ માર મારે છે. એક વખત અમે રમતા હતા અને ત્યારે મારા પપ્પા શાળાએ આવ્યા ત્યારે મેં તેમને કહ્યું એટલે પેલા તો ટીચરે મને થપ્પડ મારી અને પછી પૂછ્યું કે, શું કામ છે.

શિક્ષક પર વિદ્યાર્થીનીઓએ એવા પણ આક્ષેપો લગાવ્યા હતા કે, તેઓ અમને પૂછે છે કે, તમે નોનવેજ ખાવ છો. તમારી જ્ઞાતિમાં એવું હોય કે, ઘરે કોઈ મેહેમાન આવે અથવા તો લગ્ન હોય તેમાં નોનવેજ બનાવવાનું અને ખવડાવવાનું. આ ઉપરાંત નીવેદ હોય ત્યારે બકરો કાપવાનો હોય એવું અમને પૂછે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp