આ પોલીસ કોન્સ્ટેબલ સાંઇ મંદિરમાં એવું કામ કરે છે કે તમે કહેશો વાહ...

PC: ndtv.com

પોલીસની વાત આવે એટલે એક ડરામણો ચહેરો, હપ્તા ખાઉ અને દરેક માણસો સાથે આરોપીઓ જેવો વર્તાવ કરનારની ઇમેજ જ સામે આવે. પણ બધા પોલીસવાળા ખરાબ નથી હોતા. માનવતા એમનામાં પણ વસેલી હોય છે. તેમને પણ સમાજ માટે કઇંક કરવાની ઇચ્છા હોય છે. આવા જ એક પોલીસની આજે વાત કરવી છે. દિલ્લી પોલીસમાં ફરજ બજાવતા એક કોન્સ્ટેબલ પોતાનો સમય કાઢીને એવા બાળકોને મફત ભણાવે છે. જેમની પાસે ઓનલાઇન ભણવાની સુવિધા નથી.એટલું જ નહીં આ મહાશય બાળકોને કોરોનાથી સાવચેત રહેવાની સમજ પણ આપે છે અને માસ્ક તથા સેનેટાઇઝર પણ મફતમાં આપે છે. સરકારી નિયોમાનું પાલન કરીને સોશિયલ ડીસ્ટન્સીંગનું પુરુ પાલન કરીને આ કોન્સ્ટેબલ બાળકોને શિક્ષણ આપે છે. આવા એક અદના માણસની પ્રેરણા અનેક બાળકોના જીવનમાં ઉજાસ પાથરશે.

દેશમાં કોરોના વાયરસ મહામારી અને લોકડાઉન પછી શિક્ષણ કાર્ય ખોરંભાય ગયું હતું. અનલોકમાં હવે ધીમે ધીમે કેટલાંક રાજયોમાં શાળાઓ ખુલવાની શરૂ થઇ છે. સાથે ઓનલાઇન શિક્ષણને પણ પ્રોત્સાહન પુરું પાડવામાં આવી રહ્યું છે. પરંતુ 130 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં હજુ એક એવો મોટો વર્ગ છે, જેમની પાસે મોબાઇલ, કમ્પુયુટર કે ઇન્ટરનેટની સુવિધા નથી. જેને કારણે આવા બાળકો શિક્ષણથી વંચિત થઇ રહ્યા છે.પરંતુ સમાજમાં એવા સજજન માણસો હજુ છે જેઓ સામે ચાલીને ગરીબ બાળકોને મફતમાં ભણાવવાનું કામ કરી રહ્યા છે.

આવા જ એક સજજન છે જે દિલ્લી પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે અને તેમનું નામ છે થાન સિંહ. જે બાળકો પાસે ઓનલાઇન ભણવાની સુવિધા નથી તેવા બાળકોને  થાન સિંહ લાલ કિલ્લા પાસે આવેલા સાંઇ મંદિરમાં મફતમાં  ભણાવે છે. લોકડાઉન અને પ્રતિબંધને કારણે તેમણે થોડા સમય માટે કલાસ બંધ રાખ્યા હતા. પરંતુ તેમણે જોયું કે ઓનલાઇન સુવિધા ન હોવાને કારણે કેટલાંક બાળકોનું શિક્ષણ બગડી રહ્યું છે. એટલે તેમણે ફરી કલાસ શરૂ કર્યા સરકારી ગાઇડલાઇન્સની સાથે.

સમાચાર એજન્સી એએનઆઇ સાથેની વાતમાં થાન સિંહે કહ્યું હતું કે, આમ તો હું ઘણા સમયથી બાળકોને ભણાવું જ છું, પણ કોરોના મહામારીમાં બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને થોડા સમય માટે કલાસ બંધ કર્યા હતા. જો કે મારા ધ્યાન પર આવ્યું કે કેટલાંક બાળકો પાસે ઓનલાઇન સુવિધા ન હોવાને કારણે શિક્ષણ મેળવી શકતા નથી. એટલે મેં ફરી કલાસ શરૂ કરી દીધા છે અને બાળકોને માસ્ક અને સેનેટાઇઝરની સુવિધા આપવામાં આવે છે અને સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવીને કલાસ ચલાવવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp