ફ્લોઇડના સપોર્ટમાં ઉતરેલા બોલિવુડ સેલિબ્રિટી પર અભય બોલ્યો- તમારો દેશ પણ જોઇ લો

PC: google.com

અમેરિકામાં અશ્વેત જ્યોર્જ ફ્લોયડના મોત બાદ આખા દેશમાં હોબાળો મચી ગયો છે. અનેક શહેરોમાં લોકો પ્રદર્શન કરી રહ્યા છે અને કેટલીક જગ્યાઓ પર આ પ્રદર્શનો હિંસક પણ થયા છે. જેના કારણે કેટલાક રાજ્યોમાં કર્ફ્યૂ લગાવવાની સ્થિતિ પણ આવી ગઈ છે. ભારતમાં પણ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ સાથે સ્ટાર સેલિબ્રિટીઓએ પણ પોતાના વિચારો રજૂ કર્યા છે. કરીના કપૂર ખાન, કરન જોહર, પ્રિયંકા ચોપરા જેવા સ્ટાર્સે ‘બ્લેક લાઈવ્સ મેટર’ એટલે કે ‘અશ્વેત લોકોની જિંદગી પણ મહત્ત્વ ધરાવે છે’ જેવા હેશટેગનો ઉપયોગ કરતા અશ્વેતોના આંદોલનને સમર્થન આપ્યું છે.

 
 
 
View this post on Instagram

Maybe it’s time for these now? Now that “woke” indian celebrities and the middle class stand in solidarity with fighting systemic racism in America, perhaps they’d see how it manifests in their own backyard? America has exported violence to the world, they have made it a more dangerous place, it was but inevitable that it would come back karmically. I’m not saying they deserve it, I’m saying look at the picture in it’s totality. I’m saying support them by calling out the systemic problems in your own country, because they turn out to be one and the same thing. I’m saying follow their lead but not their actions. Create your own actions, your own movement, relevant to your own country. That is what the black lives matter movement is all about! In the larger picture, there is no “us” and “them”. There is not a country that’s real. But a planet in peril. #migrantlivesmatter #minoritylivesmatter #poorlivesmatter Black Lives Matter (find out why not to use the hashtag and still support the movement).

A post shared by Abhay Deol (@abhaydeol) on

જોકે કેટલાક એક્ટર્સ એવા પણ છે જે આ સુપર સ્ટાર સેલિબ્રિટિઝની હિપ્પોક્રેસી પર સવાલ ઉઠાવી રહ્યા છે અને આ સેલિબ્રિટીઓને સલાહ આપી રહ્યા છે કે, અમેરિકાથી પહેલા આ લોકોએ પોતાના દેશમાં થઈ રહેલા અન્યાય વિરુદ્વ અવાજ ઉઠાવવો જોઈએ. કંગના રનૌત બાદ એક્ટર અભય દેઓલે પણ એવું જ નિવેદન આપ્યું છે. અભય દેઓલે એક ફોટો શેર કર્યો છે જેમાં લખ્યું છે કે, ‘પ્રવાસી મજૂરો, ગરીબો અને અલ્પસંખ્યકોની જિંદગી પણ મહત્ત્વ ધરાવે છે.

અભય દેઓલે પોતાની પોસ્ટમાં લખ્યું કે, કદાચ હવે તેનો સમય પણ આવી ગયો છે. જોકે હવે કેટલાક સેલિબ્રિટિઝ અને મિડલ ક્લાસ અમેરિકામાં જાતિ ભેદભાવ વિરુદ્વ પોતાના વિચાર રજૂ કરી રહ્યા છે. શું તેઓ એ જોવા ઈચ્છશે કે, તેમના પોતાના દેશમાં શું થઈ રહ્યું છે?’ તેણે આગળ કહ્યું કે, ‘અમેરિકાએ હિંસાને આખી દુનિયામાં એક્સપોર્ટ કરી છે. એવામાં તેમના કર્મના કારણે અમેરિકાએ આ દિવસ જોવાનો જ હતો. હું એ નથી કહેતો કે તેઓ તેને ડિઝર્વ કરે છે. હું કહી રહ્યો છું કે, તેને એક મોટા સ્તર પર જોવાનો પ્રયત્ન કરો. હું કહી રહ્યો છું કે, પોતાના દેશમાં ચાલી રહેલી ગંભીર સમસ્યાઓ બાબતે વાત કરીને તેમને સપોર્ટ કરો. તેમની લીડ ફોલો કરો, તેમના એક્શન્સ નહીં. કારણ કે તમારે તમારા એક્શન્સ પોતે ક્રિએટ કરવાના છે. પોતાના આંદોલનો પોતે બનાવો જે તમારા દેશ માટે પ્રાસંગિક છે. બ્લેક લાઈવ્ઝ મેટરનું મુવમેન્ટ એ જ છે. એ આપણી અને તેમની લડાઈ નથી. એ કોઈ એક દેશની ખાસ લડાઈ નથી. આ આખી પૃથ્વીની લડાઈ છે, જે આ સમયે ભારે જોખમમાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp