સંકટમોચન હનુમાનમાં દેવીનું પાત્ર ભજવતી અભિનેત્રી પ્રીતિકા ડ્રગ્લ લેતા ઝડપાઇ

PC: Bollywood Tadka

બોલિવુડ સાથે જોડાયેલા કેસમાં NCBને એક મોટી સફળતા મેળવી છે. સંકટમોચન મહાબલિ હનુમાન નામની ટીવી સીરિયલથી ઘર ઘરમાં ઓળખ બનાવી ચૂકેલી એક્ટ્રેસ પ્રીતિકા ચૌહાણની નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ધરપકડ કરી છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ પ્લાનિંગ કરીને જાળ બિછાવી લીધી હતી અને જ્યારે રવિવારે પ્રીતિકા ચૌહાણ ડ્રગ્સ ખરીદી રહી હતી. એ સમયે તેને રંગે હાથે અરેસ્ટ કરી લીધી હતી. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ તેની પાસેથી 99 ગ્રામ ગાંજો પણ જપ્ત કર્યો છે. એજન્સીએ એક્ટ્રેસ સાથે વધુ બે લોકોની ધરપકડ કરી છે. આ ત્રણે આરોપીયોને 8 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.

એક ન્યૂઝ એજન્સી દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, મુંબઈ ઝોનલ યુનિટની એક ટીમે માછીમાર, વર્સોવાથી બે લોકોની ધરપકડ કરી છે. તેમની પાસેથી 99 ગ્રામ ગાંજો પણ જપ્ત કર્યો છે. ધરપકડ થયેલા લોકોનું નામ ફેઝલ અને પ્રીતિકા ચૌહાણ છે. પ્રીતિકા ચૌહાણ  ટી.વી. એક્ટ્રેસ છે. બંનેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે બંનેને 8 નવેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યા છે. તમને જણાવી દઈએ કે, નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો સુશાંત સિંહ રાજપૂત સ્યુસાઇડ કેસ સાથે જોડાયેલા બોલિવુડ ડ્રગ્સ કેસની તપાસ કરી રહી છે. તપાસમાં પુરવાઓના આધાર પર એજન્સીએ ડ્રગ્સ રેકેટનો ખુલાસો કર્યો છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ અત્યાર સુધી આ રેકેટ સાથે જોડાયેલા 20થી વધારે લોકોની ધરપકડ કરી ચૂકી છે.

 
 
 
View this post on Instagram

❤❤❤

A post shared by @ preetikachauhanofficial on

નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો સાદા કપડાઓમાં મુંબઈના વર્સોવાના બે વિસ્તારમાં જાળ બિછાવીને એક્ટ્રેસની રાહ જોઈ રહી હતી. પેડલર જ્યારે એક્ટ્રેસને ડ્રગ્સ આપી રહ્યો હતો, એ સમયે જ એજન્સીએ બંનેને રંગે હાથે દબોચી લીધા હતા. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આ બાબતે રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી અને સુશાંતના સ્ટાફ સહિત કેટલાક આરોપીઓની ધરપકડ કરી ચૂકી છે. આ કેસમાં અત્યાર સુધી માત્ર રિયા ચક્રવર્તીને જ જામીન મળ્યા છે.

ડ્રગ્સ મામલે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો દિપીકા પાદુકોણ, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને શ્રધ્ધા કપૂરને પૂછપરછ કરી ચૂકી છે. એજન્સીને આ એક્ટ્રેસિસ સાથે જોડાયેલા કોઈ પુરાવા મળ્યા નથી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) અનુસાર, મુંબઈ ડ્રગ્સનું એક પ્રમુખ સ્થાન બની ચૂક્યું છે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ નશીલા પદાર્થોની તસ્કરી કરનારા લોકોને પકડવા માટે અભિયાન શરૂ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp