અનુ મલિકે MeToo મામલે લખ્યો ઓપન લેટર, બોલ્યા- 2 દીકરીઓનો પિતા આવી હરકત ન કરે

PC: etimg.com

સિંગર અને કમ્પોઝર અનુ મલિકે અંતે પોતાની ચુપ્પી તોડી નાખી છે. તેમણે પોતાના પર લાગેલા MeToo આરોપોને ફગાવી દીધા છે અને એક ઓપન લેટર શેર કર્યો છે.

અનુ મલિકે ટ્વીટ કરીને ઓપન લેટર શેર કર્યો છે. તેણે લખ્યું, પાછલા 1 વર્ષથી મારા પર ઘણાં આરોપો લગાવવામાં આવ્યા છે, જે મેં કર્યા જ નથી. હું આટલા સમય ચુપ રહ્યો કે હકીકત જાતે જ સામે આવી જશે. પણ હવે મને ભાન થયું કે મારી ચુપ્પીને મારી કમજોરી સમજી લેવામાં આવી. જ્યારથી મારા પર આ ખોટા આરોપો લાગ્યા છે, ત્યારથી મારી પ્રતિષ્ઠા અને મારા પરિવારના માનસિક સ્વાસ્થ્ય પર માઠી અસર થઈ છે. આ ખોટા આરોપોએ મને અને મારી કારકિર્દીને ખતમ કરી નાખી છે. હું હેલ્પલેસ અને ઘુટાયેલું મહેસૂસ કરી રહ્યો છું.

તે કહે છે, બે દીકરીઓના પિતા હોવા તરીકે હું આ રીતનું કામ કરવાનું વિચારી પણ ન શકું. શો ચાલતો રહેવો જોઈએ. પણ આ હસતા ચહેરા પાછળ હું તકલીફમાં છું. હું અંધકારમાં છું, મને માત્ર ન્યાય જોઈએ.

 
 
 
View this post on Instagram

Mondays hi acche hote hai yaar, Mondays se karna seekho pyaar. Yeh dekho mera NAYA GAANA! Link in bio for MONDAY!

A post shared by ANU MALIK (@anumalikmusic) on

શું હતા આરોપોઃ

ઈન્ડિયન આઈડલ સીઝન 11ની જજ પેનલમાં સામેલ થયા પછી અનુ મલિક પર યૌન શોષણનો આરોપ લાગ્યો હતો. ત્યાર પછી સિંગર સોના મોહાપાત્રા અને નેહા ભસીને શોમાં અનુ મલિકના જજ બનવા પર વિરોધ દર્શાવ્યો હતો. જોકે, આ બધાની વચ્ચે ઘણાં લોકો અનુ મલિકના સપોર્ટમાં પણ આવ્યા. જેમાં સિંગર હેમા સરદેસાઈ અને કાશ્મીરા શાહે અનુ મલિક પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા હતા. હાલમાં તો અનુ મલિક ઈન્ડિયન આઈડલ 11ને જજ કરતો જોવા મળી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp