અનુપમ ખેરે પોતાના પુત્ર સિંકદરને દેશના શ્રેષ્ઠ અભિનેતામાંનો એક બતાવ્યો

PC: facebook.com/SikandarKherOfficial

દરેક પિતાની એવી ઇચ્છા હોય છે કે તેમના સંતાનો તેમનાથી ચઢિયાતા બને. પિતાને લોકો સંતાનના નામથી ઓળખે ત્યારે પિતાની છાતી વધારે ગજગજ ફુલી જતી હોય છે. બોલીવુડના જાણીતા અભિનેતા અનુપમ ખેરે એક કાર્યક્રમમાં પોતાના પુત્ર સિંકદરના વખાણ કર્યા હતા અને કહ્યુ કે તે દેશના શ્રેષ્ઠ અભિનેતામાંનો એક છે.

અનુપમ ખેર અને કિરણ ખેરના પુત્ર સિંકદર પોતાના ઉમદા અભિનય માટે જાણીતો છે. દર્શકોએ જોયું છે કે સિંકદર પોતાના પાત્રને અનુરૂપ હાવભાવથી આખી વાત કહી દે છે. અનુપમ ખેરે પણ પોતાના પુત્રના વખાણ કરી દીધા છે.

અનુપમ ખેર અને સિંકદર ખેર એક ન્યૂઝ ચેનલ દ્રારા આયોજિત કોન્ફરન્સમાં એક મંચ પર ભેગા થયા હતા. આ એક ઐતિહાસિક ક્ષણ હતી , કારણકે પિતા-પુત્રની આ જોડી જાહેર મંચ પર જવલ્લે જ જોવા મળે છે. અનુપમ ખેર તો બોલીવુડના શ્રેષ્ઠ અભિનેતા તરીકે જાણીતા જ છે, પરંતુ તેમનો પુત્ર પણ અભિનય ક્ષેત્રે તેમના પથ પર ચાલી રહ્યો છે.

સિંકદર ખેરને જયારે પુછવામાં આવ્યું કે એક ઉમદા કલાકારનો પુત્ર હોવાના કારણે ક્યારેય તેમની પર પ્રેસર તો નથી આવ્યું ને. સિંકદર ખેરે કહ્યું કે મારી પર અભિનય કરવા માટે ક્યારેય દબાણ કરવામાં નથી આવ્યું. આની સાથે અનુપમ ખેરે પોતાની રજૂઆત કરતા કહ્યું કે, દબાણમાં એ આવે છે જે સારો અભિનેતા ન હોય. મારો પુત્ર સિંકદર દેશના શ્રેષ્ઠ અભિનેતાઓમાંનો એક છે.

અનુપમ ખેરે જણાવ્યું કે સિકંદરનું કયું પાત્ર તેમને સૌથી વધુ ગમ્યું? તેમણે કહ્યું કે સિકંદર રોલ પસંદ કરે છે. મને જે કામ મળે તે હું કરું છું. પરંતુ, સિકંદર સાથે આવું નથી. 'મોનિકા ઓહ માય ડાર્લિંગ'માં તેણે ભજવેલી ભૂમિકા માટે મને તેનો રિવ્યુ મળ્યો, જે મને આજ સુધી મળ્યો નથી. મને તેના વિશે સારું લાગ્યું અને થોડી ઈર્ષ્યા પણ થઈ. આ સિવાય વેબ સીરિઝ આર્યમાં પણ તેનું પાત્ર મને ગમ્યું.

સિકંદર ખેરે વર્ષ 2008માં ફિલ્મ 'વુડસ્ટોક વિલા'થી ડેબ્યૂ કર્યું હતું. બાદમાં તે 'ખેલે હમ જી જાન સે', 'પ્લેયર્સ', 'ઔરંગઝેબ', 'તેરે બિન લાદેનઃ ડેડ ઓર અલાઇવ' અને 'ધ ઝોયા ફેક્ટર', 'રો' જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો. અભિનેતા વર્ષ 2020માં વેબ સિરીઝ 'આર્યા'માં મહત્વની ભૂમિકા ભજવતો જોવા મળ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp