તારક મહેતા કા.. ના ટપ્પુ ઉર્ફ ભવ્યા ગાંધીના પિતાનું કોરોનાને કારણે નિધન

PC: pinkvilla.com

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલનો ટપ્પુ એટલે કે ભવ્યા ગાંધીના પિતા વિનોદ ગાંધીનું કોરોનાને કારણે નિધન થયું છે. કોરોના વાયરસની બીજી લહેરનો પ્રકોપ ઘણો ખતરનાક છે. એક પછી એક ખરાબ ખબરો સામે આવી રહી છે, જે દર્શકોને શોક આપતી રહે છે. ભવ્યા ગાંધીના પિતા ઘણા દિવસોથી કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં પોતાની સારવાર કરાવી રહ્યા હતા. પરંતુ મંગળવારે તેમનું ઓક્સિજન લેવલ એકદમ ઘટી ગયું હતું અને તેના કારણે તેમનું નિધન થઈ ગયું છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલમાં ટપ્પુનું પાત્ર ભજવતા ભવ્યા ગાંધીના પિતાએ કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં તેમના છેલ્લા શ્વાસ લીધા હતા.તેઓ કોરોનાની સામે હારી ગયા હતા. વિનોદ ગાંધી કન્સટ્રક્શનના ધંધામાં હતા. જણાવી દઈએ કે ટપ્પુનો રોલ પ્લે કરનાર ભવ્યા ગાંધી સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ રહે છે અને તે પોતાના પિતા સાથેના ફોટા પણ શેર કરતો રહે છે. ફાધર્સ ડેના દિવસે પણ તેણે પિતા સાથેનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કરી વિશ કર્યું હતું.

 
 
 
View this post on Instagram

A post shared by Bhavya Gandhi (@bhavyagandhi97)

ભવ્યા ગાંધીએ 4 વર્ષ પહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલને છોડી દીધી હતી. તે હાલમાં પોતાની કોલેજ લાઈફ અને ભણતરને એન્જોય કરી રહ્યો છે. આ સિવાય તે ગુજરાતી ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલને શરૂ થયાના સમયથી ભવ્યા ગાંધી ટપ્પુનું પાત્ર ભજવી રહ્યો હતો પરંતુ ગુજરાતી ફિલ્મોમાં મેઈન રોલ મળવાને કારણે તેણે આ પાત્રને અલવિદા કહ્યું હતું.

કોરોનાની બીજી લહેરમાં ઘણા ટેલિવિઝન અને ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીના લોકોએ પોતાની નજીકના સ્વજનોને ગુમાવ્યા છે. અક્ષરા ફેમ હીના ખાને પણ થોડા દિવસો પહેલા તેના પિતાને ગુમાવ્યા છે, તો બિગ બોસ 14 ફેમ નિક્કી તંબાલીએ પણ તેના ભાઈને કોરોનામાં ગુમાવ્યો છે. જ્યારે સારી ટ્રીટમેન્ટ ન મેળવી શકવાને લીધે એક્ટર- યુટ્યૂબર એવા રાહુલ વોહરાનું પણ બે દિવસ પહેલા નિધન થયું છે. તેણે પોતાની મોત પહેલા એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેણે તેને યોગ્ય ટ્રીટમેન્ટ ન મળવાની ફરિયાદ કરી હતી અન એક પોસ્ટ પણ શેર કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે જો તેને પણ સારી ટ્રીટમેન્ટ મળી હોતે તો બચી જતે. હાલમાં દેશમાં કોરોનાના કેસોની સંખ્યા 3 લાખની નજીક જોવા મળી રહી છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp