ફેન હોય તો આવોઃ 600km સાઈકલ ચલાવી સલમાનનો આ 52 વર્ષીય ફેન તેને મળવા પહોંચ્યો

PC: twimg.com

બોલિવુડ સ્ટાર્સના ચાહકો તો ઘણાં હોય છે, પણ અમુક ફેન્સ એવા પણ હોય છે જે પોતાના ફેવરિટ સ્ટારને મળવા માટે દરેક હદો વટાવી દેતા હોય છે. એવો જ એક ચાહક બોલિવુડના દબંગ સલમાન ખાનનો પણ છે. સલમાનનો આ ચાહક 600 કિલોમીટરથી વધારે સાઈકલ ચલાવીને તેને મળવા પહોંચ્યો છે. સલમાનનો આ ફેન આસામનો છે, જે તેને મળવા માટે રાહ જોઈ રહ્યો છે.

આસામના તિનસુકિયામાં રહેનાર ભૂપેન લિકસન સલમાન ખાનનો ફેન છે. જ્યારે તેમને જાણ થઈ કે સલમાન ખાન આ વર્ષે ગુવાહાટીમાં એક એવોર્ડ શો માટે આવવાનો છે, તો તેમણે સલમાનને મળવાનું નક્કી કરી લીધું. તેમણે સાઈકલ લીધી અને સલમાનને મળવા માટે નીકળી પડ્યા. હેરાનીની વાત તો એ છે કે સલમાનને મળવા માટે તેના ચાહકે 600 કિમીથી વધારે સાઈકલ ચલાવી અંતર કાપ્યું છે. સલમાન ખાન એક એવોર્ડ શો માટે આસામના ગુવાહાટીમાં આવવાનો છે.

જણાવી દઈએ કે, 52 વર્ષના ભૂપેન સલમાન ખાનના ફેન તો છે જ. પણ સાથે તે પહેલેથી પ્રચલિત પણ છે. 2013માં તેમણે સાઈકલના હેન્ડલને હાથ લગાવ્યા વિના 60 મિનિટમાં 48 કિમી સાઈકલ ચલાવી હતી અને તેમનો આ રેકોર્ડ ‘ઈન્ડિયા હુક ઓફ રેકોર્ડ’માં નોંધાયેલો છે. સલમાનને મળવા અંગે ભૂપેન કહે છે, 8 ફેબ્રુઆરીના રોજ જાગુન(તિનસુકિયા)થી મેં સાઈકલ દ્વારા સફરની શરૂઆત કરી હતી.

જણાવી દઈએ કે, સલમાન ખાન પોતે પણ સાઈકલિંગ પસંદ કરે છે અને તેને ઘણીવાર મુંબઈના રસ્તાઓ પર સાઈકલ ચલાવતા જોઈ શકાય છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે, શું સલમાન તેના આ 52 વર્ષના જબરા ફેનને મળે છે કે નહીં!!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp