રાજકુમારનો ભારતીય જુગાડ દર્શાવતી ફિલ્મ 'મેડ ઈન ચાઈના'નું ટ્રેલર રીલિઝ

PC: gqindia.com

ફિલ્મઃ મેડ ઈન ચાઈના

કલાકારોઃ રાજકુમાર રાવ, મોની રૉય, પરેશ રાવલ, બોમન ઈરાની, સુમિત વ્યાસ અને ગજરાજ રાવ

ડાયરેક્ટરઃ મિખિલ મુશલે

આજે ફિલ્મ 'મેડ ઈન ચાઈના'નું ટ્રેલર રીલિઝ થયું છે અને રીલિઝ સાથે જ ટ્રેલરને સારો રિસપોન્સ મળી રહ્યો છે. ફિલ્મ એક સ્ટ્રગલિંગ ગુજરાતી બિઝનેસમેનની કહાણી છે, જે એક સફળ બિઝનેસમેન બનવા માટે ચીન જાય છે. ફિલ્મમાં મોની રૉય રાજકુમાર રાવની પત્નીના રોલમાં જોવા મળશે. પહેલીવાર રાજકુમાર અને મોનીની જોડી રૂપેરી પરદે જોવા મળશે.

ફિલ્મમાં રાજકુમાર રઘુનું પાત્ર ભજવી રહ્યો છે. ચીન ગયા પછી રઘુની મુલાકાત સેક્સોલોજિસ્ટ બોમન ઈરાની જોડે થાય છે. રઘુ ગુપ્ત રોગની એક એવી દવા બનાવે છે, જે કારગર સાબિત થાય છે. પછી શું થાય છે એ ફિલ્મ રીલિઝ થયા પછી જ ખબર પડશે. ફિલ્મ દિવાળી પર રીલિઝ થઈ રહી છે. ફિલ્મનું મોટાભાગનું શુટીંગ અમદાવાદ અને ચીનમાં કરવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp