જાણો ગુજ્જુ કોમેડી ગુરુ શું કરે છે, કોણ છે અને શા માટે તેઓ વીડિયો બનાવે છે

PC: Youtube.com

કેન્દ્ર સરકારે કોરોના સંક્રમણને અટકાવવા માટે દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. ત્યારે લોકડાઉનમાં ઘરમાં બેઠેલા લોકોને હસાવનાર ગુજ્જુ કોમેડી ગુરુને તમે લોકો ઓળખતા જ હશો પરંતુ શું તમને ખબર છે ગુજ્જુ કોમેડી ગુરૂ કોણ છે? તેઓ શું વ્યવસાય કરે છે? અને તેઓએ શા માટે યૂટ્યુબ અને TikTok પર વીડિયો બનાવવાના શરૂ કર્યા. તો આજે અમે તમને આ બધી જ માહિતી આપવાના છીએ.

ગુજ્જુ કોમેડી ગુરુનું સાચું નામ સંજય ગૌસ્વામી છે. સંજય ગોસ્વામી વિસાવદર નજીક બરડીયા ગામના વતની છે. અને તેઓ શિક્ષકના વ્યવસાય સાથે સંકળાયેલા છે. લોકડાઉનમાં ઘરે બેસીને કંટાળેલા લોકોને અલગ-અલગ માધ્યમથી મનોરંજન પૂરું પાડી શકે તે માટે તેઓએ એક પ્રયાસ કર્યો છે. સંજય ગોસ્વામીને નાનપણથી નાટક અને જોક્સ કરવાનો શોખ હતો. તેઓ શાળામાં યોજાતી બાળસભાઓમાં નાટકમાં પાત્ર ભજવતા હતા અથવા તો ક્યારે ગીત ગાતા હતા તો ક્યારેક જોક્સ કરતા હતા.

સંજય ગૌસ્વામીએ વીડિયો બનાવવા બાબતે જણાવ્યું હતું કે, હું એક વર્ષ પહેલાં નોર્મલ જ પહેલા TikTok જોતો હતો. એટલે મને તેનાથી એમ થયું કે, હું પણ આ બધા લોકોની જેમ વીડિયો બનાવુ એટલે પહેલા મેં લોકોની જેમ લીપસિંગ કર્યું હતું. પછી થોડા સમય બાદ મને કંઈક નવું કરવાનો વિચાર આવ્યો. એટલે મેં મારી રીતે નવા-નવા જોક્સ બનાવ્યા. મારી રીતે મારા અવાજ પર જોક્સ બનાવ્યા. 1 વર્ષ પહેલા જ્યારે મેં વિડીયો બનાવવાનું શરૂ કર્યું ત્યારે મને એવું હતું નહીં કે, હું લોકોમાં ફેમસ થઇ જાવ. મારો ધ્યેય એટલો હતો કે, હું લોકોને મનોરંજન પૂરુ પાડું અને મારે વીડિયો જોઈને જે લોકોને મનોરંજન લેવું હશે તે મનોરંજન લેશે.

સંજય ગોસ્વામીનું કહેવું છે કે, તેઓ પૈસા કમાવવા માટે નહીં પરંતુ તેઓ પોતાના આનંદ માટે અલગ-અલગ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કરે છે. સંજય ગોસ્વામીએ કહ્યું હતું કે, મને સાહિત્યનો શોખ હોવાથી થોડા વર્ષો પહેલા નાના-નાના પ્રોગ્રામમાં ગીતો ગાવા માટે જતા હતા. લોકો મને મારા નામથી નહીં પરંતુ ગુજ્જુ કોમેડી ગુરુ તરીકે જ ઓળખે છે. આ નામ પણ મને મારા ચાહકે મને TikTokમાં લખીને આપેલું છે. જ્યારે મારા વધારે ફોલોઅર્સ નહોતા ત્યારે તે મારે વિડીયો જોતો હતો અને તેને મારા વિડીયો પર કૉમેન્ટ કરી હતી તમે ગુજ્જુ કોમેડી ગુરુ છો ચાલકે કોમેન્ટ પર લખેલું નામ મને પસંદ પડ્યુ અને ગુજ્જુ કોમેડી ગુરુ નામ રાખી લીધું.

ગુજ્જુ કોમેડી ગુરુ સંજય ગૌસ્વામી વધુમાં જણાવ્યું હતું કે, મારો વીડિયો બનાવવાનો મુખ્ય હેતુ એવો હતો કે, લોકો ડબલ મિનિંગ શબ્દો પણ વધારે ઉપયોગ કરીને વીડિયો બનાવતા હતા અને હું એવું કંઈક કરવા માંગતો હતો અને સમજાવવા માંગતો હતો કે, લોકો ફેમિલી સાથે બેસીને ડબલ મિનિંગ શબ્દો વગર પણ મનોરંજન મેળવી શકે છે અને એ આજે મેં સાબિત કરીને બતાવી દીધું છે. મારા વીડિયો બધા લોકો સાથે બેસીને જોઈ શકે છે અને મનોરંજન મેળવી શકે છે. મારા એક પણ વીડિયોમાં ડબલ મિનિંગ શબ્દો હોતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp