જાણો મિર્ઝાપુર-2 સીઝનમાં કેટલા પૈસા થયા ખર્ચ, કલાકારોની ફી થઈ ડબલ

PC: huffingtonpost.com

Amazon Prime પર બે દિવસ પહેલા રીલિઝ થયેલી મિર્ઝાપુર-2ને ફરીથી લોકોને અઢળક પ્રેમ મળી રહ્યો છે. મિર્ઝાપુરના પહેલા સીઝનને પણ લોકોએ ઘણો પસંદ કર્યો હતો અને હવે તેની બીજી સીઝન પણ ઘણી પસંદ આવી રહી છે. ઉત્તર પ્રદેશના કાલ્પનિક શહેર મિર્ઝાપુરમાં સેટ આ ક્રાઈમ ડ્રામામાં પંકડ ત્રિપાઠી, અલી અફઝલ અને દિવ્યેંદુ મુખ્ય ભૂમિકામાં છે.

તમે શો અંગે ઘણી વાતો સાંભળી હશે અને શોના શૂટિંગ અંગે પણ ઘણું સાંભળ્યું હતું પરંતુ શું તમે જાણો છો કે આ વેબ સીરિઝ બનાવવા માટે કેટલા પૈસાનો ખર્ચો કરવામાં આવ્યો છે. મિર્ઝાપુરની પહેલી સીઝન પછી બીજી સીઝન આવી છે અને જણાવવામાં આવી રહ્યું છે કે વેબ શોની ત્રીજી સીઝન પણ રીલિઝ થઈ શકે છે.

મળેલા રિપોર્ટ્સ પ્રમાણે, અમેઝોન પ્રાઈમ સાથે જોડાયેલા સુત્રોનું કહેવું છે કે જિટલો ખર્ચ મિર્ઝાપુરની પહેલી સીઝનમાં થયો હતો, તેનાથી બે ગણો ખર્ચ તેની બીજી સીઝનમાં થયો છે. બીજી સીઝનમાં માટે બધા મુખ્ય કલાકારોને પહેલી સીઝન કરતા બેગણી રકમ ચૂકવવામાં આવી છે. અસલમાં, મિર્ઝાપુરને કારણે મોટા પડદા પરના સ્ટાર્સથી વધારે કાલી ભૈયા, ગુડ્ડુ અને મુન્નાના પાત્ર ઘણા ફેમસ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે પહેલી સીઝન બનાવવા માટે 12 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, જ્યારે આ સીઝનમાં બજેટને ઘણું વધારવામાં આવ્યું હતું. રિપોર્ટ્સ પ્રમાણે, બીજી સીઝન માટે મેકર્સે 60 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે અને બતાવવામાં આવી રહ્યું છે કે ત્રીજી સીઝનના બજેટમાં આ વખતના બજેટ કરતા 30 ટકાનો વધારો થશે.  તેમાં વેબ સીરિઝના કાસ્ટની ફીને પણ વધારવામાં આવશે.

મિર્ઝાપુરની ઓળખ તેની સ્ટોરી સિવાય તેના પાત્રો દ્વારા છે. પરંતુ સીઝન 2માં ઘણા નવા પાત્રો પણ જોવા મળનાર છે. હવે બબલુ પંડિત એટલે કે વિક્રાંત મેસી અને સ્વીટી એટલે કે શ્રિયા પિલગાંવકરની હત્યા થઈ ચૂકી છે, એટલા માટે મિર્ઝાપુર-2માં ફેન્સ આ બંનેને મિસ કરશે. પરંતુ તેમના બદલે નવા ચહેરા જોશે, જેમાં વિજય વર્મા, પ્રિયાંશુ પેનયુલી અને ઈશા તલવાર, મેઘના મલિક જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp