લગ્નની 11 મિનિટ બાદ પતિએ માગ્યા છુટાછેડા, દુલ્હનની વિદાઇ ક્યાં થશે?

PC: gujaratimidday.com

જેવું કે દરેક સામાન્ય છોકરીનું સપનું હોય છે, પોતાનો પરિવાર હોય, બાળક હોય અને ખુશ જીવન હોય. એવું જ એક સપનું જીવિકાનું પણ છે. જીવિકા હાઉસવાઇફ બનીને ઘર વસાવવા માગતી હતી. એ દિવસ પણ આવી ગયો. જીવિકાના લગ્ન થયા. પણ પછી એવું થયું કે, જીવિકાને તેના પતિએ લગ્ન પૂરા થતાં જ તરત છૂટાછેડા આપી દીધા.

અમે વાત કરી રહ્યા છીએ કલર્સના અપકમિંગ શોની. જેનું નામ અગ્નીસાક્ષી – એક સમજોતા. શોનો પહેલો પ્રોમો સામે આવ્યો છે. જેને રીલિઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ખુબ લોકોએ જોયો છે. એ વાત અલગ છે કે, શોને તેના કોન્સેપ્ટના કારણે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. અનરિયલ જેવા આ કોન્સેપ્ટ લોકોને હજમ નથી થઇ રહ્યો. યુઝર્સે ચેનલ અને શોને બોયકોટ કરવાની માગ કરી છે. ટ્રોલિંગને ડિટેલમાં કહેતા પહેલા જાણી લો કે, તેની સ્ટોરી શું છે.

જે લગ્નનું સપનું જીવિકા ઘણા સમયથી જોઇ રહી હતી. તે દિવસ તેના જીવનમાં આવ્યો. શૃંગાર કરીને, આંખમાં નવા જીવનના સપના લઇને જીવિકા દુલ્હન બની. પણ, લગ્નના 9.07 મિનિટ બાજ જીવિકાએ વરમાળા નાંખી. 11.08 મિનિટ પર પેરા શરૂ થયા, 12.09 મિનિટ પર જીવિકાના માથામાં પતિએ સિંદુર પૂર્યો. પછી 12.20 મિનિટ પર જીવિકાના પતિએ તેની પાસે છુટાછેડા માગ્યા. હવે જીવિકા વિદાઇ લઇ થઇને પતિના ઘરે જશે કે પછી પોતાના ઘરે પાછી આવશે? શુભ વિવાહથી ન પણ છુટાછેડાથી શરૂ થયા આ અનોખા લગ્ન. અગ્નિસાક્ષીના લીડ એક્ટર્સ છે શિવિકા પાઠક અને આશ્ય મિશ્રા.

 
 
 
View this post on Instagram

A post shared by ColorsTV (@colorstv)

એક યુઝરનું કહેવું છે કે, આખી સ્ટોરી વિખેરાયેલી છે. દરેક સીરિયલ્સની સ્ટોરી આજકાલ એક જેવી જ થઇ ગઇ છે. બીજાએ લખ્યું કે, શું બકવાસ સ્ટોરી છે? લોકોનું કહેવું છે કે, કલર્સ ચેનલના શોઝને બોયકોટ કરવાની માગ કરી. હાલમાં જ થયેલા ઝલક દિખલાજાના ફિનાલે રિઝલ્ટને લઇને પણ લોકોમાં ગુસ્સો છે. તે પણ એટલા માટે કે, શોનો પ્રોમો જોઇને ભડકી ગયા છે. કેટલાક લોકોએ કહ્યું કે, પાકિસ્તાની સીરિયલ્સ બેસ્ટ છે. એક યુઝરે કહ્યું કે, કુંડલીમાં છોકરાનો દોષ હશે કદાચ. યુઝરે લોજિક્સને RIP કહ્યું.

અગ્નિસાક્ષી – સમજોતાને લોકો કન્નડ શો પર બેઝ્ડ શો ગણાવી રહ્યા છે. આ શો ખૂબ સક્સેસફુલ રહ્યો હતો. તેને બંપર TRP મળી હતી. તેની TRP 19.7 પોઇન્ટ્સ પર રહી હતી. કન્નડ ટીવી વર્લ્ડમાં આ શોને જેટલી TRP મળી છે તેટલી આજ સુધી કોઇને નથી મળી. 6 વર્ષ સુધી આ શો ચાલ્યો હતો. હવે જોવાનું એ હશે કે, કન્નડ શો પર બેઝ્ડ અગ્નિસાક્ષીનું હિંદી વર્ઝન કેવું હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp