'ધ કાશ્મીર ફાઈલ્સ' અશ્લીલ- પ્રોપગેન્ડા બેસ્ડ ફિલ્મ, IFFIમાં જ્યુરીનું સ્ટેટમેન્ટ

PC: lallantop.com

53મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલ ગોવામાં ઘણી ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. મોટા મોટા ફિલ્મી સિતારાઓ ફેસ્ટિવલમાં હાજરી આપવા માટે ગોવા પહોંચ્યા છે. આ વચ્ચે ઈઝરાયલી ફિલ્મમેકર નાદવ લાપિડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો જોવા મળી રહ્યો છે. જેમાં તેઓ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ'ની ટીકા કરતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મને ઈઝરાયલી ફિલ્મમેકરે વલ્ગર કહી છે.

 

વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ પર વાત કરતા નાદવે કહ્યું છે કે, આ ફિલ્મ પ્રોપગેન્ડા બેસ્ડ છે અને વલ્ગર છે. નાદવ લાપિડે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે- અમે બધા 15મી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સ'થી પરેશાન અને શોક્ડ હતા. સરકાર દ્વારા આયોજિત કરવામાં આવેલા આ પ્રેસ્ટીજીયસ ફેસ્ટિવલમાં 'ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મ અમને પ્રોપગેન્ડા બેસ્ડ અને વલ્ગર લાગી છે. આ કાર્યક્રમમાં ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, સુચના તથા પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર સહિત મોટા મોટા ફિલ્મ સ્ટાર્સ હાજર હતા.

જાણકારી માટે જણાવી દઈએ કે વિવેક અગ્નિહોત્રી દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી અને પલ્લવી જોશી લીડ રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મ કાશ્મીરી પંડિતોના અનુભવો પર બનાવવામાં આવી છે. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે ઘણી મોટી કમાણી કરતા દર્શકોને ફરીથી એક વખત સિનેમાઘર તરફ ખેંચ્યા હતા. ફિલ્મનું પ્રમોશન પણ જબરજસ્ત કરવામાં આવ્યું હતું. નાદવ લાપિડનો આ વીડિયો વાયરલ થતા બોલિવુડના ઘણા સ્ટાર્સે પોતાની આ અંગે પ્રતિક્રિયા આપી હતી.

અશોક પંડિતે ટ્વિટી કરીને લખ્યું છે કે, નાદવ લાપિડ દ્વારા ધ કાશ્મીર ફાઈલ્સ માટે વાપરવામાં આવેલી ભાષાની હું ટીકા કરું છું, 3 લાખથી પણ વધારે કાશ્મીરી હિંદુઓના નરસંહારને ચરિત્ર કરવું અશ્લીલ કહી શકાય નહીં. હું એક ફિલ્મ નિર્માતા અને કશ્મીરી પંડિત હોવાના નાતે આંતકવાદના પીડિતો પ્રત્યે આ બેશરમ કૃત્યની નિંદા કરું છું.

લાપિડના આ સ્ટેટમેન્ટ પર ઈઝરાયલના રાજદૂત નાઓર ગિલોને તેમની પર ફટકાર વરસાવ્યો છે. ગિલોને આ સ્ટેટમેન્ટ પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, મને તમારા સ્ટેટમેન્ટ પર શરમ આવે છે. આ સ્ટેટમેન્ટ અંગે ફિલ્મના મુખ્ય કલાકાર અનુપમ ખેરે પણ ભગવાન તેમને સદ્દબુદ્ધિ આપે તેવું કહ્યું હતું. અનુપમ ખેર સિવાય ફિલ્મના મુખ્ય પાત્ર રહેલા દર્શન કુમારે પણ આ અંગે વાત કરી હતી.

ભારતમાં ઇઝરાયેલના રાજદૂતે આજે જાહેરમાં તેમના દેશના એક ફિલ્મ નિર્માતાની નિંદા કરી હતી. જેણે ગોવામાં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા (IFFI)માં 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને "પ્રચાર" અને "અભદ્ર ફિલ્મ" ગણાવી હતી. દૂત નાઓર ગિલોને પણ ટ્વિટર પર એક ખુલ્લા પત્રમાં ભારતની માફી માંગી હતી, એક દિવસ પછી ફિલ્મ નિર્માતા નાદવ લાપિડે, જેઓ ફેસ્ટિવલ જ્યુરીનું નેતૃત્વ કરી રહ્યા છે, ગઈકાલે ફેસ્ટિવલના સમાપન સમારોહમાં ફિલ્મની નિંદા કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp