ફિલ્મ કંપનીઓએ 350 કરોડના ટેક્સની ચોરી કરી, તાપસીએ 5 કરોડ રોકડ લીધા હોવાના પુરાવા

PC: biographystars.com

બોલિવુડ એક્ટ્રેસ તાપસી પન્નૂ અને ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સહિત ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા કેટલાક લોકો તથા કંપોનીઓ પર ઇનકમ ટેક્સ વિભાગની છાપેમારી અને તપાસ ચાલી રહી છે. ઇનકમ ટેક્સ વિભાગે આજે ગુરુવારે જાહેર કરેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સર્ચ દરમિયાન આ પ્રોડક્શન હાઉસ આવક અને શેરમાં મોટા પ્રમાણમાં હેરાફેરી કરવાના પુરાવા મળ્યા છે. એક રિપોર્ટ અનુસાર, ઇનકમ ટેક્સ વિભાગે કહ્યું હતું કે ઇનકમ ટેક્સ વિભાગને 350 કરોડ રૂપિયાની ગરબડીની જાણકારી મળી છે.

કંપનીના અધિકારી 350 કરોડ રૂપિયાની બાબતે કોઈ જવાબ ન આપી શક્યા. તો તાપસી પન્નૂના નામ પર 5 કરોડ કેશ રિસ્પિટ રિકવર થઈ છે જ્યારે તપાસ ચાલુ છે. ઇનકમ ટેક્સ  વિભાગે કહ્યું હતું કે 3 માર્ચ (બુધવારે) 2 મોટા ફિલ્મ પ્રોડક્શન હાઉસ, એક એક્ટ્રેસ અને મુંબઈની 2 ટેલેન્ટ કંપનીના ઠેકાણાઓ પર છાપેમારી કરવામાં આવી રહી છે. આ છાપેમારી મુંબઈ, દિલ્હી, પૂણે અને હૈદરાબાદમાં ચાલી રહી છે. ઓફિસ અને આવાસ સહિત મળીને કુલ 28 જગ્યાઓ પર છાપેમારી થઈ રહી છે.

છાપેમારીમાં આ વાતના પુરાવા મળ્યા છે કે ફિલ્મ પ્રોડક્શન હાઉસની વાસ્તવિક કમાણીની ગણતરીએ વધારે આવક છે. કંપનીના અધિકારી આ રીતે 300 કરોડનો હિસાબ આપી શક્યા નથી. ફિલ્મ ડાયરેક્ટરો અને શેર ધારકો વચ્ચે પ્રોડક્શન હાઉસના શેર લેવડ-દેવડ અને ઓછા મૂલ્યાંકન સંબંધિત પુરાવા રૂપે લગભગ 350 કરોડ મળ્યા છે અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. મુખ્ય એક્ટ્રેસ (તાપસી પન્નૂ) દ્વારા 5 કરોડ રૂપિયાના રોકડા મળવા સાથે પુરાવા જપ્ત કરવામાં આવ્યા છે. આગળની તપાસ ચાલી રહી છે.

એ સિવાય મુખ્ય પ્રોડ્યુસર્સ, ડાયરેક્ટર્સ દ્વારા ખર્ચાઓને લઈને છેતરપિંડીની જાણકારી મળી છે. તેનાથી લગભગ 20 કરોડ રૂપિયાની હેરાફેરી કરવામાં આવી છે. એક્ટ્રેસ તાપસી પન્નુની બાબતે પણ એવું જ જાણવા મળ્યું છે. બે પ્રતિભા મેનેજમેન્ટ કંપનીઓના કાર્યલય પરિસરમાં E-mail, વોટ્સએપ ચેટ, હાર્ડ ડિસ્ક વગેરેના રૂપમાં મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા જપ્ત કરવામાં આવ્યા છે. જેની તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન 7 બેન્ક લોકર્સ મળ્યા છે, જેની તપાસ ચાલી રહી છે. બધા પરિસરોમાં તપાસ ચાલુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp