ગુંજન સિન્હા ઝલક દિખલા જા 10ની વિજેતા બનતા કલર્સ ચેનલ પર ગુસ્સે થયા લોકો
સેલિબ્રિટી ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જા 10ને તેની વિજેતા મળી ગઈ છે. આ વખતે આ શો 8 વર્ષની ડાન્સર ગુંજન સિન્હા અને તેના કોરિયોગ્રાફર તેજવ વર્માએ જીત્યો છે. ગુંજને શોમાં દર અઠવાડિયે શાનદાર પરફોર્મન્સ આપીને જજ સહિત ચાહકોને પણ ઇમ્પ્રેસ કર્યા હતા. પરંતુ ગુંજનના વિજેતા બનવા પર ઘણા લોકો કલર્સ ચેનલ પર ગુસ્સો કાઢી રહ્યા છે. આખરે કારણ શું છે આવો જાણીએ.
કલર્સ TV પર કેમ ભડકી રહ્યા છે લોકો?
ખરેખર, 8 વર્ષની ગુંજન સિન્હા એક પ્રોફેશનલ ટ્રેન્ડ ડાન્સર છે. ગુંજન આ પહેલા કલર્સના જ ડાન્સ રિયાલિટી શો ડાન્સ દીવાનેની વિજેતા પણ બની ચૂકી છે. એક ડાન્સ શોની વિનર બન્યા બાદ ગુંજનને ઝલક દિખલા જા 10મા સામેલ થવાની તક મળી. ગુંજને દર અઠવાડિયે શાનદાર પ્રદર્શન કર્યું અને ઝલક દિખલા જા 10ની ટ્રોફી પણ પોતાના નામ પર કરી લીધી.
પરંતુ ગુંજન સિન્હાનું ઝલક દિખલા જા 10નું વિજેતા બનવું ઘણા લોકોને અયોગ્ય લાગી રહ્યું છે. લોકો કલર્સ ચેનલને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે, ગુંજન પહેલાથી જ એક ટ્રેન્ડ ડાન્સર છે, જો કે, ઝલક દિખલા જા નોન ડાન્સર સેલિબ્રિટીઝનો શો છે. એવામાં ટ્રેન્ડ ડાન્સર ગુંજનનું નોન ડાન્સર શોમાં સામેલ થવું અને પછી તેને જ વિજેતા બનાવવું શોના અન્ય સેલેબ્સ માટે અયોગ્ય છે. આ જ કારણ છે કે લોકો કલર્સ ચેનલને પક્ષપાતી જણાવીને પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે અને ટ્રોલ કરી રહ્યા છે. ઘણા લોકો તો કલર્સ ચેનલનો બહિષ્કાર કરવાની પણ વાત કરી રહ્યા છે.
And the winner of #JhalakDikhhlaJaa10 is #GunjanSinha. Let’s congratulate her in the comments. 🥳😃@MadhuriDixit @terencehere @karanjohar @ManishPaul03 #JDJ10 #GrandFinale pic.twitter.com/nMyOvo9sKj
— ColorsTV (@ColorsTV) November 27, 2022
એક યુઝરે ચેનલ પર ગુસ્સો ઠાલવતા કહ્યું, હું બાળકીના વિરોધમાં નથી. તેમને ખૂબ અભિનંદન છે. પરંતુ કલર્સ ચેનલ ખૂબ જ ખરાબ છે. હું ખૂબ જ નિરાશ છું. ગશમીર ટોપ 3મા પણ નથી.
And the winner of #JhalakDikhhlaJaa10 is #GunjanSinha. Let’s congratulate her in the comments. 🥳😃@MadhuriDixit @terencehere @karanjohar @ManishPaul03 #JDJ10 #GrandFinale pic.twitter.com/nMyOvo9sKj
— ColorsTV (@ColorsTV) November 27, 2022
એક અન્ય યુઝરે લખ્યું, ઝલક દિખલા જા એક નોન ડાન્સર શો છે અને ગુંજન ટ્રેન્ડ ડાન્સર છે. વોટિંગ કરવું જ નકામું રહ્યું.
અહીં જુઓ લોકો શું કહી રહ્યા છે
Mere liye mr faisu hi winner 🏆🎉🏆hai congrats
— Yahya Mansuri (@YahyaMansuri7) November 27, 2022
Congratulations to gunjan....
— Neha Purohit (@NehaPurohitt) November 27, 2022
But Ranguu tere liye ek advise hai...Ab kabhi bhi koi reality show mat laana ...Tum log uss reality show ki reality dikhaane ke laayak nhi ho re.
Matlab kuch b winner wow slow clap for you nd shame on u @ColorsTV #FaisalShaikh is public winner 🏆🔥
— mr_faisu_lovebug18 (@fangirl_feny) November 27, 2022
ટોપ 3મા સામેલ રહ્યા આ સેલેબ્સ
ગુંજન સિવાય, ઝલક દિખલા જા 10ના ટોપ 3મા TV ક્વીન રૂબીના દિલાઈકે પોતાનું સ્થાન બનાવ્યું. રૂબીના અને ગુંજનની સાથે, સોશિયલ મીડિયા સેન્સેશન ફૈઝલ શેખ પણ ટોપ 3મા રહ્યો. પરંતુ રૂબીના અને ફૈઝલ ટ્રોફી જીતવાથી ચૂકી ગયા. આ બંનેને હરાવતા 8 વર્ષની ગુંજને ઝલક દિખલા જા 10ની ટ્રોફી પર કબજો કરી લીધો. લોકોને આ કારણોસર ગુંજનની જીત અયોગ્ય લાગી રહી છે, કારણ કે ગુંજન એક ટ્રેન્ડ ડાન્સર છે, જ્યારે રૂબીના અને ફૈઝલ નોન ડાન્સર છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp