દીપિકાની JNU મુલાકાત અંગે કંગના બોલી- હું ટુકડે-ટુકડે ગેંગ સાથે નથી

PC: pinkvilla.com

બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણના JNU જવા અંગે હવે અદાકારા કંગના રણૌતનું નિવેદન સામે આવ્યું છે. એક વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યૂમાં કંગનાએ કહ્યું કે, દીપિકાને પોતે ખબર છે કે તે શું કરી રહી છે, હું તેના વિશે શું કહી શકું.

દીપિકાને લઈને કંગનાએ કહ્યું કે, તેમને પોતાના લોકતાંત્રિક અધિકારને એક્સપ્રેસ કરવાનો પૂરો અધિકાર છે. તે જાણે છે, કે તે શું કરી રહી છે. મને તેમના વિશે કંઇ પણ બોલવાનો અધિકાર નથી. કે તેમણે શું કરવું જોઈએ અને શું નહિ કરવું જોઈએ. હું માત્ર એ કહી શકુ કે મારે શું કરવું જોઈએ. હું ક્યારેય પણ ટુકડે ગેંગની સાથે ઊભી નથી રહેતી. હું એવા કોઈ પણ વ્યક્તિને સપોર્ટ નહિ કરી શકતી, જે દેશને તોડવાની વાત કરે છે. હું માત્ર પોતાની વાત કરી શકુ છું. કોઈ અન્ય વિશે બોલવાનો અધિકાર મને નથી.

બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી પહોંચી હતી. દીપિકા જ્યારે ત્યારે પહોંચી તો JNUSUના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર નારા લગાવી રહ્યા હતા. દીપિકાએ ત્યાં કોઈ સ્પિચ આપી નહિ, માત્ર વિદ્યાર્થીઓના સમર્થનમાં હાજરી આપી હતી. ત્યાર બાદ દીપિકાની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા કરવામાં આવી રહી છે. લોકો દીપિકાની આવનારી ફિલ્મ ‘છપાક’ નહિ જોવાનું કહી રહ્યા છે. સોશિયલ મીડિયા પર #boycottchhapaak ટ્રેન્ડ કરવા લાગ્યું. જોકે, ઘણાં લોકોએ દીપિકાને સપોર્ટ કરી છે.

જોકે, તમામ વિરોધ છતાં દીપિકાની ફિલ્મ ‘છપાક’ બોક્સ ઓફિસ પર સારુ પ્રદર્શન કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp