કરણની પાર્ટીમાં થયો એક્સ લવર્સનો સામનો, જુઓ Photos

PC: news18.com

કરણ જોહરની 50મી બર્થડે પાર્ટીમાં બોલિવુડના ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી. આ પાર્ટી બોલિવુડના ઘણા એક્સ કપલ્સથી ભરેલી હતી. આ પાર્ટીમાં કરીના કપૂર ખાન અને શાહિદ કપૂર પોતાના પાર્ટનર્સ સાથે પહોંચ્યા હતા. તેમજ કેટરિના કૈફ અને ઐશ્વર્યા રાય પણ પોતાના પાર્ટનર સાથે આવ્યા હતા જ્યારે સલમાન ખાન એકલો પાર્ટીમાં આવ્યો હતો. આ ઉપરાંત, પણ ઘણા સેલેબ્સ હતા, જેમનો સામનો આ પાર્ટીમાં પોતાના એક્સ સાથે જરૂર થયો હશે. તમે પણ આ સેલિબ્રિટી એક્સના ફોટોઝ પર એક નજર કરી લો.

બોલિવુડનો ભાઈ સલમાન ખાન, કરણની બર્થડે પાર્ટીમાં પહોંચ્યો હતો. આ પાર્ટીમાં તેની એક્સ ગર્લફ્રેન્ડ ઐશ્વર્યા રાય પોતાના પતિ અભિષેક બચ્ચન સાથે આવી હતી.

કરણ જોહરનો ફ્રેન્ડ રણવીર સિંહ પણ આ પાર્ટીનો હિસ્સો બન્યો. અહીં તેનો સામનો એક્સ ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્મા સાથે થયો. ફિલ્મ બેન્ડ બાજા બારાત બાદ રણવીર અને અનુષ્કાએ એકબીજાને ડેટ કર્યા હતા. જોકે, હવે બંને હેપિલી મેરિડ છે અને સારા ફ્રેન્ડ બની ચુક્યા છે.

કરણની પાર્ટીમાં માત્ર ઐશ્વર્યાનો જ સામનો પોતાના એક્સ સાથે નહોતો થયો, પરંતુ અભિષેક બચ્ચનની એક્સ રાની મુખર્જી પણ આ પાર્ટીમાં સામેલ થઈ હતી.

ઈશાન ખટ્ટરની એક્સ ગર્લફ્રેન્ડ અનન્યા પાંડે પણ કરણની બર્થડે પાર્ટીમાં આવી હતી. ઈશાન અને અનન્યા ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આ જ વર્ષે અલગ થયા છે.

આમિર ખાન અને કિરણ રાવ સૌથી કૂલ એક્સ પાર્ટનર્સ છે. બંને અલગ થયા બાદ પણ સાથે પાર્ટીમાં પહોંચ્યા. બંનેનો લુક અને ચહેરાની સ્માઈલ જોવાલાયક હતી.

 

ઈશાન ખટ્ટર માટે આ પાર્ટી ખૂબ જ ઓકવર્ડ રહી હશે. ઈશાનનો સામનો અહીં એક નહીં, બે નહીં પરંતુ પોતાની ત્રણ એક્સ ગર્લફ્રેન્ડ્સ સાથે થયો. તેમા જાહ્નવી કપૂરનું નામ પણ સામેલ છે.

સલમાન ખાનની મુલાકાત આ પાર્ટીમાં ઐશ્વર્યા ઉપરાંત કેટરિના કેફ સાથે પણ થઈ હશે. કેટરિના પોતાના પતિ વિક્કી કૌશલ સાથે પાર્ટીમાં પહોંચી હતી. સલમાન અને કેટરિના સારા મિત્રો છે અને ફિલ્મ ‘ટાઈગર 3’માં સાથે કામ કરતા દેખાશે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના બ્રેકઅપ અને પેચઅપના ન્યૂઝથી બોલિવુડનું બજાર ગરમ છે. બંને અવારનવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરતા દેખાઈ રહ્યા છે. પરંતુ, કરણ જોહરની પાર્ટીમાં બંને અલગ-અલગ આવ્યા હતા.

ઈશાનની એક્સ ગર્લફ્રેન્ડ તારા સુતારિયા પણ આ પાર્ટીનો હિસ્સો બની હતી. માનવામાં આવે છે કે, બોલિવુડમાં ડેબ્યૂ કરતા પહેલા ઈશાન અને તારા એકબીજાને ડેટ કરી રહ્યા હતા. હવે તારા, આદર જૈનની ગર્લફ્રેન્ડ છે. જણાવવામાં આવી રહ્યું છે કે, તે ટૂંક સમયમાં જ કપૂર પરિવારની વહુ બનવાની છે.

બોલિવુડના એક્સ કપલ રિતિક રોશન અને સુઝેન ખાન પણ કરણ જોહરની બર્થડે પાર્ટીમાં પોતાના નવા પાર્ટનર્સ સાથે પહોંચ્યા હતા. રિતિક અને સબા આઝાદની ચર્ચા ચારેબાજુએ થઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp