કરીના કપૂરે ટીવી તરફ વળવાનું આપ્યું આ કારણ

PC: Twitter.com

કરીના કપૂર ખાને હાલમાં જ ટીવી ડેબ્યૂ કર્યું છે. તે એક ડાન્સ રિયાલિટી શોને જજ કરતી દેખાશે. તે સાથે જ તેણે કહ્યું હતું કે, તે વેબ શોઝને લઈને પણ ઓપન છે. તેના નજીકના લોકોના કહેવા અનુસાર, કરીનાએ આ પ્લેટફોર્મ્સ તરફ એટલા માટે ટર્ન લીધો, જેથી કરીને તે મેકર્સને ઈન્ડિકેટ કરી શકે કે ફિલ્મોમાં તેને સારી સ્ક્રીપ્ટ આપવામાં આવે. માનવામાં આવી રહ્યું છે કે, કરીનાએ ફિલ્મોમાં તેને સારા રોલ ઓફર ન થવાને કરાણે નારાજ થઈને આવું કર્યું છે.

કરીનાએ પોતે થોડાં દિવસ પહેલા કહ્યું હતું કે, ફિલ્મોમાં સામાન્યરીતે સ્ક્રિપ્ટ એડિટિંગ કરતી વખતે મહિલાઓના કેરેક્ટર્સ જ શિકાર બને છે. ફિલ્મોના રન ટાઈમનું બહાનું કરીને મહિલાઓના રોલને એડિટ કરીને નાનો કરી દેવામાં આવે છે, જ્યારે વેબ શોઝની સાથે આવું નથી. ત્યાં એક સીઝન ઘણા એપિસોડ્સનો હોય છે. દરેક કેરેક્ટરને શ્વાસ લેવાનો ખૂબ જ સ્કોપ હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp