નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ બાદ ગીતા રબારી અને કિંજલ દવેએ જાણો શું કહ્યું

PC: youtube.com

ગુજરાતના અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ ખાતે યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. લોકોના આવકારને જોઈને ડોનાલ્ડ ટ્રમ્પ પણ ખૂબ ખુશ થયા હતા. ટ્રમ્પના કાર્યક્રમ પહેલા કિર્તીદાન ગઢવી, ગીતા રબારી, કિંજલ દવે સહિતના કલાકારોએ સ્ટેડિયમમાં રહેલા લોકોને મનોરંજન પૂરું પાડ્યું હતું. ત્યારે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ગીતા રબારી અને કિંજલ દવેએ મીડિયા સાથે કાર્યક્રમમાં થયેલા અનુભવ વિષે વાતચીત કરી હતી.

કિંજલ દવેએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આજનો કાર્યક્રમ તમામ કલાકારો માટે સૌથી બેસ્ટ ગણી શકાય. આજે ગુજરાતના એક લાખ લોકોની સામે નહીં પણ આખા વિશ્વની સામે પર્ફોમ કરી રહ્યા હોય તેવી ફીલિંગ હતી. આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ કે, આયોજકોએ આ ઇવેન્ટમાં અમને આમંત્રણ આપ્યું. આજે ટ્રમ્પ સાહેબે જે કહ્યું છે તે ખરેખર લાગણીશીલ હતું અને એક અલગ જ પ્રકારની એમની ભાવના આપણા દેશના લોકો માટે છે, એટલે હવે જ્યારે US જઈશું ત્યારે એક અલગ ફીલિંગ રહેશે.

ગીતા રબારીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, બહુ ખુશી અનુભવી રહી છું. ગુજરાત-અમદાવાદના આંગણે યોજાયેલા કાર્યક્રમમાં અમને પર્ફોમ કરવાનો મોકો આપ્યો છે. એટલે વર્ષો સુધી આ યાદગાર પ્રસંગ રહેશે. તો આભાર માનીશું ભારત સરકાર અને ગુજરાત સરકારનો કે જેમણે અમને આ સારા પ્રસંગમાં યાદ કર્યા. US જઇશું એટલે પોતીકાપણું લાગશે કારણ કે, અહીંયા આવીને તેમણે આપણા દેશને પ્રેમ આપ્યો છે. અપાણે પણ તેમને સારો પ્રેમ આપ્યો છે. આપણા દેશની સાથે સારા સંબંધો થયા છે એટલે હવે ત્યાં જઇશું એટલે એવું લાગશે કે, આપણાપણું છે કંઇક.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp