અનુરાગ કશ્યપની ‘ચોક્ડ’ મૂવિ જોતા પહેલા વાંચી લો આ Review

PC: cloudfront.net

અનુરાગ કશ્યપ હંમેશાં પોતાની ફિલ્મોમાં કંઈક નવું લઈને આવે છે અને Netflix ફિલ્મ ‘ચોક્ડ’ (‘Choked’)ની સાથે પણ કંઈક એવું  છે. અનુરાગ કશ્યપે પતિ-પત્નીના સંબંધો અને તેની સાથે જ નોટબંધીની પરિસ્થિતિનને કંઈક એવી રીતે રજૂ કરી છે કે, ફિલ્મ એકવાર જોવાનું શરૂ કર્યું તો તે જ્યાં સુધી પૂરી નહીં થશે ત્યાં સુધી તમે ઊભા નહીં થશો. ‘ચોક્ડ’ની સ્ટોરી સરિતા પિલ્લૈ (સયામી ખેર) અને સુશાંત પિલ્લૈ (રોશન મેથ્યૂ)ની છે. સુશાંત કોઈ કામ નથી કરતો અને ઘરની બધી જ જવાબદારી સરિતા પર છે. સરિતા અને સુશાંતનો એક દીકરો છે અને પરિવાર આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યું છે. સરિતા બેંકમાં કામ કરે છે.

સરિતા અને સુશાંતની વચ્ચે કશું જ યોગ્ય નથી. સરિતા સુશાંતની બેકારીથી કંટાળી ગઈ છે અને સુશાંત અને સરિતાની વચ્ચે કરિયરને લઈને હંમેશાં તણાવ રહે છે. પરંતુ પછી એક દિવસ સરિતા અને સુશાંતના ઘરની ડ્રેનેજ લાઈન ચોકઅપ થઈ જાય છે અને તેમાંથી નીકળવા માંડે છે નોટોના બંડલ. દરમિયાન નોટબંધી લાગુ થઈ જાય છે અને સરિતા બેંકમાં હોવાને કારણે તેના પડોશીઓ તેનો ફાયદો ઉઠાવવા માગે છે. બસ આ રીતે સરિતાને એક તરફ ઘણા બધા રૂપિયા મળે છે તો બીજી તરફ ઘણી બધી મુશ્કેલીઓ તેને ઘેરી વળે છે. આમ, ‘ચોક્ડ’ ફિલ્મ સ્ટોરીની દ્રષ્ટિએ ખૂબ જ સોલિડ ફિલ્મ છે.

‘ચોક્ડ’માં સયામી ખેર અને રોશન મેથ્યૂએ ખૂબ જ શાનદાર એક્ટિંગ કરી છે, સયામી ખેરનું સરિતાનું કેરેક્ટર ખૂબ જ સશક્ત છે અને તેણે એ કેરેક્ટરને ખૂબ જ મજબૂતાઈથી નિભાવ્યું પણ છે. રોશન મેથ્યૂની એક્ટિંગ પણ સારી છે. ફિલ્મના ડિરેક્શનની વાત કરીએ તો તે પણ કમાલ છે અને અનુરાગ કશ્યપે આ સ્ટોરીને એ રીતે રજૂ કરી છે કે જેને કારણે ફિલ્મને અધૂરી છોડવાનું મન નહીં થશે. લોકડાઉનના આ દોરમાં પ્રેમ અને નોટબંધીના આ ટ્યૂનિંગને એકવાર તો જોવું જ પડે.

ફિલ્મઃ ચોક્ડ

ડાયરેક્ટરઃ અનુરાગ કશ્યપ

કલાકારઃ સયામી ખેર અને રોશન મેથ્યૂ

સ્ટાર્સ

NDTV: 4 સ્ટાર્સ

ઈન્ડિયન એક્સપ્રેસઃ 2 સ્ટાર્સ

ન્યૂઝ 18: 3.5 સ્ટાર્સ

ફર્સ્ટપોસ્ટઃ 2 સ્ટાર્સ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp