શાહરુખ ખાનના ઘરે પહોંચી NCBની ટીમ, આ બોલિવુડ એક્ટ્રેસને પણ મોકલાયું સમન્સ

PC: thequint.com

શાહરુખ ખાનના ઘરે NCBના અધિકારી પહોંચ્યા છે. આર્યન ખાનની ધરપકડ બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે NCB મન્નત જઈને તપાસ કરશે. હવે NCBની ટીમ શાહરુખ ખાનના ઘરે પહોંચી ગઈ છે અને ઘરની તપાસ કરી રહી છે. મન્નતમાં NCBની ટીમનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. શાહરુખ ખાન સાથે સાથે અનન્યા પાંડેના ઘરે પણ NCBની ટીમ પહોંચી છે. આર્યન ખાનની ચેટથી અનન્યા પાંડેના તાર જોડાયેલા હોવાની વાત સામે આવી રહી છે. એવામાં અનન્યા પાંડેને NCBના અધિકારીઓએ સમન્સ પાઠવ્યા છે અને પૂછપરછ માટે ઓફિસે બોલાવી છે. NCB સામે અનન્યા પાંડેને 2 વાગ્યે હાજર થવાનું છે.

આજે જ શાહરુખ ખાન, પુત્ર આર્યન ખાનને આર્થર રોડ જેલમાં મળવા ગયો હતો. ત્યાં બંનેએ વાતચીત કરી. શાહરુખ ખાનને જોઈને આર્યન ખાન ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો હતો અને તેણે પિતાને કહ્યું કે તેને જેલનું ભોજન પસંદ આવી રહ્યું નથી. પિતા-પુત્રની વાતચીત એક કાચની દીવાલ સામે બેસીને ઇન્ટરકોમથી થઈ. આ વાતચીત 16-18 મિનિટ ચાલી હતી. બીજી તરફ NCB આર્યનની ન્યાયિક કસ્ટડી વધારવાની માગણી કરવાની તૈયારી કરી રહી છે. સેશન્સ કોર્ટમાં જામીન અરજી નામંજૂર થયા બાદ આર્યન ખાનના વકીલોએ હાઇ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી છે.

એવામાં NCB આ અરજી વિરુદ્ધ જવાબ આપવા માટે તૈયાર છે. 20 ઓક્ટોબરના રોજ કોર્ટમાં આર્યન ખાનની જામીન પર સુનાવણી પહેલા NCBએ કહ્યું હતું કે પોલીસને ડ્રગ્સ સંબંધિત ચેટ્સ મળી છે જે એક કથિત રીતે આર્યન ખાન અને એક ડેબ્યૂ એક્ટ્રેસ વચ્ચેની છે. જોકે ત્યારે NCBએ નામનો ખુલાસો કર્યો નહોતો પરંતુ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે તે એક્ટ્રેસ અનન્યા પાંડે છે. 20 ઓક્ટોબરના રોજ થયેલી સુનાવણીમાં આર્યન ખાનની જામીન અરજી નામંજૂર કરી દેવામાં આવી હતી.

હાઇપ્રોફાઈલ રેવ પાર્ટી કેસમાં બુધવારે સ્પેશિયલ NDPS કોર્ટે શાહરુખ ખાનના પુત્રની જામીન અરજી નામંજૂર કરી ચૂકી છે આર્યનના વકીલ સતીશ માનશિંદે અને અમિત દેસાઇએ જસ્ટિસ હાઇ કોર્ટમાં નીતિન સામ્બ્રે પાસે જલદી સુનાવણીની અપીલ કરી હતી. આજે એટલે કે 21 ઓક્ટોબરના રોજ બોમ્બે હાઇ કોર્ટમાં આર્યનના જામીન પર સુનાવણી થવાના સમાચાર આવ્યા હતા. પરંતુ હવે આ કેસમાં એક નવી જાણકારી સામે આવી છે તે મુજબ આજે થનારી સુનાવણી હવે ટળી ચૂકી છે હવે આ સુનાવણી મંગળવારે એટલે કે 26 ઓક્ટોબર સુધી ટાળી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp