અભિનેતા બનવાનું સપનું પૂર્ણ કરવા માટે યુવકે પોતાનું જ અપહરણ કરાવ્યું

PC: thepokerpractice.com

નોઇડામાં એક યુવકે પોતાના અપહપણનું નાટક કરીને પરિવાર પાસે 6 લાખ રૂપિયાની ખંડણી માગવાના આરોપમાં રવિવારે અટકાયત કરવામાં આવી છે. અટકાયતમાં લેવાયેલો યુવક અભિનેતા બનવાં માટે સ્ટ્રગલ કરી રહ્યો હતો. તેને પોતાની મહત્વાકાંક્ષા પૂર્ણ કરવા માટે આ પગલું ઉઠાવ્યું હતું. પોલીસે આ જાણકારી આપી હતી.

પોલીસે કહ્યું કે યુવકની ઓળખ વિજય તરીકે થઇ છે. તે ઉત્તર પ્રદેશના ફરૂખાબાદનો છે અને હાલ નોઇડાના બહલોલપુરમાં રહે છે. પોલીસને શનિવારે રાત્રે વિજયના પરિવાર તરફથી ફરિયાગદ મળી હતી. તેમની ફરિયાદ હતી કે વિજય બહલોલપુરમાં પોતાના ઘર પાસેથી લાપતા છે. પોલીસના એક પ્રવક્તાએ કહ્યું કે, ત્યારબાદ વિજયના ભાઇને ધમકીભર્યા મેસેજ આવ્યાં અને 6 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી અને સાથે વિજયને બંધક બનાવ્યો હોવાની કેટલીક તસવીરો પણ મોકલી હતી.

અધિકારીએ કહ્યું કે, ત્યારબાદ તપાસ કરવામાં આવી તો વિજય નોઇડા સેક્ટર-24માં પોતાના મિત્રના ઘરે મળ્યો હતો. પ્રવક્તાએ કહ્યું કે તપાસમાં જાણ થઇ છે કે વિજય પોતાના પરિવાર પાસે પૈસા હાંસલ કરવા માટે અપહરણનનું નાટક કરી રહ્યો હતો. અધિકારીએ કહ્યું કે, વિજયે પોલીસને જણાવ્યું કે તે મુંબઇ જઇને અભિનેતા બનાવા માટે પૈસા હાંસલ કરવા માગતો હતો અને તેથી આ નાટક કરવામાં આવ્યું હતું. તે મુંબઇમાં એક ટીવી સિરિયલ્સમાં કામ કરવા માટે ત્રણ લાખ અને પોતાના ખર્ચ માટે ત્રણ લાખ હાંસલ કરવા માગતો હતો.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp