સાયના નેહવાલ બાયોપિકના શુટિંગ વખતે આ એક્ટ્રેસને થઈ ઈજા

PC: instagram.com/parineetichopra

બાયોપિક ફિલ્મોનો માહોલ ફરી એક વખત ફિલ્મજગતમાં શરુ થવા માટે જઈ રહ્યો છે. પરિણિતી ચોપરા હાલમાં પોતાની નવી ફિલ્મની તૈયારીઓ કરી રહી હતી. જે સાયના નેહવાલની બાયોપિક છે. આ ફિલ્મ માટે તે લાંબા સમયથી એક ટ્રેનિંગ લઈ રહી છે. ટ્રેનિંગ પછીની કેટલીક તસવીર તેમણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી હતી. તાજેતરની એક તસવીરમાં તેની બેક જોવા મળી રહી છે અને ગરદન પર બેન્ડ પહેરેલો છે. ફિલ્મના એક શુટિંગ વખતે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગઈ હતી. આ ફોટાની સાથે તેણે લખ્યું હતું કે, હું અને સાયનાની આખી ટીમ મારું ખૂબ ધ્યાન રાખી રહી છે.

ફરીથી બેડમિન્ટનના મેચ રમવાનું શરુ કરી એ પહેલા ખૂબ આરામ કરવા માગું છું. આ ફિલ્મમાં પહેલા સાયનાના રોલ માટે શ્રદ્ધા કપૂરની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ, બીજા કમિટમેન્ટ અને શેડ્યુલને કારણે પછીથી પરિણિતીની પસંદગી કરવામાં આવી હતી. પરિણિતીને કોચ ઈશાન નક્વી ટ્રેનિંગ આપી રહ્યા છે. આ પછી પરિણિતી ધ ગર્લ ઓન ધ ટ્રેકની હિન્દી રીમેકમાં જોવા મળશે. પરિણિતી પોતાની ફિલ્મી કેરિયર સિવાય બેન્કર બનવા માગતી હતી. આ માટે તેણે થોડા સમય માટે બેન્કમાં નોકરી પણ કરી હતી.

Image result for saina parineeti

મંદીના કારણે આવેલા શટફોલમાં તેણે નોકરી ગુમાવી દીધી. 2009માં તે લંડનથી ભારત પરત ફરી પછીથી ફિલ્મોમાં હાથ અજમાવ્યો. પરિણિતી પોતે જ એક કુલ એક્ટ્રેસ છે પણ તે સૈફઅલી ખાનની ફેન છે. સૈફની તે એટલી હદે ફેન હતી કે, તે ચિપ્સના પેકેટ્સ ભેગા કરતી હતી જેના પર સૈફનો ફોટો હતો. પરિણિતીએ થોડા સમય માટે રાની મુખર્જીના પી.એ. તરીકે પણ કામ કર્યું છે. રાની મુખર્જીએ જ કહ્યું હતું કે, પરિએ ફિલ્મોમાં ટ્રાય કરવી જોઈએ. તે એક ક્લાસિકલ સિંગર પણ છે. તે લોકોના નખ જોઈને માણસની પરખ કરી લે છે. વર્ષ 2014 અને 2015નો સમય એમના જીવનનો સૌથી મુશ્કેલી ભર્યો સમય હતો. કારણ કે તેણે કરેલી સતત બે ફિલ્મો 'કિલ દિલ' અને 'દાવતે ઈશ્ક' ખરાબ રીતે પીટાઈ ગઈ હતી. એક સમયે પરિણિતી પણ ડીપ્રેશનનો શિકાર બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp